Satellite Exploded in Space: એક મોટો સંચાર ઉપગ્રહ પોતાની જ કક્ષામાં તૂટી ગયો છે, જેથી યુરોપ, મધ્ય આફ્રકા, મધ્ય પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાના યૂઝર્સ પ્રભાવિત થયા છે. ત્યાં જ આપણા ગ્રહની પાડોસમાં અંતરિક્ષના કચરાના ખતરામા પણ વધારો થયો છે. Intelsat 33E ઉપગ્રહ ભૂમધ્ય રેખાની ચારેય તરફ ભૂસ્થિર કક્ષામાં હિંદ મહાસાગરથી લગભગ 35,000 કિલોમીટર ઉપર એક બિંદુથી બ્રોડબેંડ સંચાર પ્રદાન કરી રહ્યો હતો. 20 ઓક્ટોબરના રોજ પ્રારંભિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે Intelsat 33E માં અચાનક પાવર જતો રહ્યો હતો.
યુએસ સ્પેસ ફોર્સિસ-સ્પેસે પણ પુષ્ટિ કરી છે કે ઉપગ્રહ ઓછામાં ઓછા 20 ટુકડાઓમાં તૂટી ગયો છે. તો શું થયું? અને વધુને વધુ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રવેશતા હોવાથી શું આ આવનારી ઘટનાઓના સંકેતની નિશાની છે? એક અવકાશ રહસ્ય Intelsat 33E ના તૂટવાના કારણો વિશે કોઈ પુષ્ટિ થયેલ સમાચાર નથી. જોકે, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં આપણે અથડામણ, આકસ્મિક અથડામણ અને વધેલી સૌર પ્રવૃત્તિને કારણે ઉપગ્રહોનો નાશ થતો જોયો છે. આપણે જાણીએ છીએ કે Intelsat 33E માં સમસ્યાઓનો ઇતિહાસ છે.
2016માં ઉપગ્રહ મૂકાયો હતો
બોઈંગ દ્વારા ડિઝાઈન અને નિર્મિત આ ઉપગ્રહને ઓગસ્ટ 2016માં મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2017માં ઉપગ્રહ પોતાની પ્રાથમિક થ્રસ્ટરની સાથે એક કથિત સમસ્યાના કારણે જે તેની ઊંચાઈ અને ચાલને નક્કી કરે છે. અનુમાનિત સમયના ત્રણ મહિના બાદ પોતાની કક્ષામાં પહોંચ્યો હતો. સ્ટેશન કીપિંગ એક્ટિવિટી દરમિયાન પણ ઉપગ્રહમાં પ્રણોદન સંબંધી સમસ્યાઓ સામે આવી હતી. જે તેને તેની યોગ્ય ઊંચાઈએ રાખે છે. આથી અપેક્ષાથી વધુ ઈંધણની ખપત રહે છે. જેનો મતલબ છે કે તેનું મિશન લગભગ 3.5 વર્ષ પહેલા 2027માં સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો: ISI એજન્ટ સાથે મળીને આતંકવાદી ષડયંત્ર રચનાર ગુજરાતનો વ્યક્તિ દોષી
આ સમસ્યાઓના કારણે ઈંટેલસેટ એ 7.8 કરોડ અમિરિકી ડોલરના વીમાનો દાવો કર્યો છે. જોકે તેના તૂટવાના સમયે ઉપગ્રહનો કથિત રીતે વીમો ઉતારવામાં આવ્યો ન હતો. ઈંટેલસેટ તેની તપાસ કરી રહ્યું છે કે શું ખોટું થયું પરંતુ કદાચ આપણે ક્યારેય નહીં જાણી શકીએ કે ઉપગ્રહના ટૂકડા થવાનું કારણ શું હતું. આપણે જાણીએ છીએ કે તેજ મોડલનો વધુ એક ઈંટેલસેટ ઉપગ્રહ, બોઈગ દ્વારા નિર્મિત એપિકએનજી 702 એમપી, 2019માં નિષ્ફળ થઈ ગયો હતો. તેથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આપણે તૂટ્યા બાજ પરિણામોથી શીખી શકીએ છીએ.
અંતરિક્ષના કચરા પર ધ્યાન આપવાની જરૂર કેમ
તીજ બ્લૂ વ્હેલ જેટલો અંતરિક્ષ કચરો પૃથ્વીની કક્ષામાં માનવ નિર્મિત અંતરિક્ષ વસ્તુઓના કૂલ દ્રવ્યમાન લગભગ 13,000 ટન છે. આ લગભગ 90 વયસ્ક નર બ્લૂ વ્હેલની બરાબર છે. લગભગ એક તૃત્યાંશ કચરો (4300 ટન) છે. જે મોટા ભાગે બચેલા રોકેટના ભાગના રૂપમાં છે. અંતરિક્ષમાં રહેલા કચરા વિશે જાણકારી મેળવવી અને ઓળખ કરી એક પડકારજનક કામ છે. વધારે ઊંચાઈ પર, જેમ ઈંટેલસેટ 33ઇ ની કક્ષા લગભગ 35,000 કિલોમીટર ઉપર હતી, આપણે એક નિશ્ચિત આકારની વસ્તુઓને જ જોઈ શકીએ છીએ.
ઈંટેલસેટ 33ઈ ના નક્સાન અંદે સૌથી વધુ ચિંતાજનક વાતોમાંથી એક એ છે કે તેના તૂટવાથી કચરાના કેટલા ટૂકડા થયા હશે કે આપણે તેને હાલની સુવિધાઓ સાથે પણ જોઈ શક્તા નથી. ગત કેટલાક મહિનાઓમાં કક્ષામાં નિષ્ક્રિય અને ન કામની વસ્તુઓ અનિયંત્રિત થઈને તૂટવાની ઘણી ઘટનાઓ બની રહી છે. હજુ સુધી તે જ્ઞાન નથી કે તાજેતરની ઘટના કક્ષામાં અન્ય વસ્તુઓને પ્રભાવિત કરશે કે નહીં. અહીંયા જ જટિલ અંતરિક્ષ કાટમાળના વાતાવરણને સમજવા માટે આકાશની નિરંતર દેખરેખ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
કોણ જવાબદાર?
જ્યારે અંતરિક્ષમાં કચરો બને છે તો તેને સાફ કરવા અથવા તેની દેખરેખની જવાબદારી કોની હોય છે? સૈદ્ધાંતિક રૂપે જે દેશે અંતરિક્ષમાં વસ્તુને મોકલી છે, તેની જવાબદારી બને છે. જ્યારે દોષ સાબિત થઈ શકે છે. અંતરિક્ષ વસ્તુઓ દ્વારા થનારી ક્ષતિ માટે આંતરરાષ્ટ્રીય સંધિ, 1972 માં તેના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જોકે વ્યવહારમા મોટા ભાગે ખુબ જ ઓછી જવાબદારી હોય છે. અંતરિક્ષના કચરા માટે પ્રથમ દંડ 2023માં યૂએસ ફેડરલ કોમ્યુનિકેશન કમીશન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
એ સ્પષ્ટ નથી કે ઈટેલસેલ 33ઈ ના મામલે પણ આવો દંડ લગાવવામાં આવશે કે નહીં. ભવિષ્ય જેમ-જેમ અંતરિક્ષના માનવીય ઉપીયોગ વધતો જઈ રહ્યો છે. પૃથ્વીની કક્ષામાં સઘનતા વધતી જઈ રહી છે. કક્ષીય કચરાના ખતરાને પ્રતિબંધિત કરવા માટે કચકાની માત્રાને ઓછી કરવા માટે આપણે વિભિન્ન પ્રયાસો સાથે-સાથે નિરંતર દેખરેખ અને સારી ટ્રેકિંગની ટેક્નોલોજીની જરૂરીયાત છે.





