કર્ણાટક: કોપ્પલ જિલ્લાની એક કોર્ટે દલિત સમાજની વસ્તીમાં આગ લગાડવાના મામલે 101 લોકોને દોષી ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આરોપીઓને તાજેરતરમાં જ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ગુરૂવારે કોર્ટે સજા સંભળાવી છે. રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમ મામલો છે જ્યાં કોઈ અત્યાચારના મામલે આટલી મોટી સંખ્યામાં આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હોય.
તમામ આરોપીઓના પરિવારના સદસ્યો કોપ્પલ અદાલત પરિસરમાં એકત્ર થયા હતા અને પોલીસ દ્વારા તેમને જેલમાં લઈ જતા સમયે તેમની આંખોમાં આંસૂ હતા. આરોપીઓને કોપ્પલ જેલમાં લઈ જવાશે અને બાદમાં તેમને બલ્લારી જેલમાં સ્થળાંતરિત કરાશે.
જાણો શું છે આખો મામલો
જાતિ આધારિત હિંસા સાથે જોડાયેલ આ મામલો 28 ઓગસ્ટ 2014 એ ગંગાવતી તાલુકાના મારકુંબી ગામનો છે. આરોપીઓએ દલિત સમુદાયના લોકોના ઘરોમાં આગ ચાંપી દીધી હતી. દલિતોને વાળંદની દુકાન અને ઢાબાઓમાં પ્રવેશ કરવાને લઈ ઝડપ થઈ ગઈ હતી. ગામમાં આભડછેટ પર સવાલ ઉઠાવનારા કેટલાક દલિત યુવકોની સક્રિયતાથી નારાજ થઈને આરોપીઓએ દલિતોની વસ્તીમાં તેમના ઘરોમાં આગ લગાડી દીધી હતી. આરોપીઓએ ઘરોને તોડી નાંખ્યા અને દલિતો પર હુમલો કર્યો હતો.
16 આરોપીઓનું સુનાવણી દરમિયાન મોત
આ ઘટના બાદ રાજ્યના ઘણા ભાગોમાં ખુબ જ વિરોધ પ્રદર્શન થયું. અભિયોજનના પક્ષ અનુસાર, આ મામલામાં 117 લોકોને આરોપી બનાવાયા હતા, જેમાંથી 16 લોકોનું સુનાવણી દરમિયાન મોત નિપજ્યુ હતું.





