ગુજરાતમાં આવીને લગ્ન કરનાર પ્રેમી પંખીડાની ઉત્તર પ્રદેશમાં ક્રૂરતાપૂર્વક હત્યા

મુન્ની એક સાથી ગ્રામીણ દુખાન સાહુ (25) સાથે ભાગી ગઈ હતી અને બંનેએ ગુજરાતમાં લગ્ન કર્યા હતા. પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે મુન્નીનો પરિવાર લગ્નથી નાખુશ હતો અને ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવાના બહાના હેઠળ દંપતીને તેમના વતન પાછા ફરવા માટે સમજાવ્યા હતા.

Written by Rakesh Parmar
October 08, 2025 21:58 IST
ગુજરાતમાં આવીને લગ્ન કરનાર પ્રેમી પંખીડાની ઉત્તર પ્રદેશમાં ક્રૂરતાપૂર્વક હત્યા
ભાઈએ બહેન અને તેના પ્રેમીની ક્રૂર હત્યા કરી.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે બિહારની એક મહિલા અને તેના પતિની તેના પરિવારના સભ્યો દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ ઓનર કિલિંગનો મામલો લાગે છે. પોલીસ અધિક્ષક અભિષેક વર્માએ જણાવ્યું હતું કે મહિલાની ઓળખ પટણા જિલ્લાના નૌબસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીપુર ગામની દ્વારિકા પ્રસાદની પુત્રી મુન્ની ગુપ્તા (23) તરીકે થઈ છે.

વર્માના જણાવ્યા મુજબ, મુન્ની એક સાથી ગ્રામીણ દુખાન સાહુ (25) સાથે ભાગી ગઈ હતી અને બંનેએ ગુજરાતમાં લગ્ન કર્યા હતા. પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે મુન્નીનો પરિવાર લગ્નથી નાખુશ હતો અને ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવાના બહાના હેઠળ દંપતીને તેમના વતન પાછા ફરવા માટે સમજાવ્યા હતા.

જોકે તેમને પાછા લાવ્યા પછી આરોપીઓએ કથિત રીતે સોનભદ્ર જિલ્લાના હાથીનાલા નજીક તેમની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુન્નીનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ હાથીનાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. વર્માએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અને બિહાર પોલીસ સાથે સંકલનમાં મહત્વપૂર્ણ સંકેતો મળ્યા હતા જે તેના પરિવારના સભ્યોની સંડોવણી દર્શાવે છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં જોવા મળેલા અભિનેતાની તેના જ મિત્ર દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માહિતીના આધારે, પોલીસે બુધવારે હાથીનાલા ચારરસ્તા નજીકથી બે આરોપીઓ મુન્ના કુમાર (22) અને રાહુલ કુમાર (28) ની ધરપકડ કરી હતી. બંને મોતીપુરના રહેવાસી દ્વારિકા પ્રસાદના પુત્રો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેઓએ તેમની બહેન મુન્ની અને તેના પતિની ક્રરતાપબર્વક હત્યાની કબૂલાત કરી હતી. તેમની માહિતીના આધારે, દુદ્ધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજખાડ નજીકના જંગલમાંથી દુાખનનું હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ