વિદેશમાં બેસીને ખાલિસ્તાનના નામ પર ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ન્યૂઝીલેન્ડમાં એક વ્યક્તિએ ખાલિસ્તાનના સમર્થકોને કહ્યું કે તેમણે પોતાના દેશમાં પરત જતુ રહેવું જોઈએ. આ વીડિયો ન્યુઝીલેન્ડના ઓલકેન્ડના એઓટિયા સ્ક્વેયરનો છે.
આ વ્યક્તિએ ખાલિસ્તાનના સમર્થનમાં પોતાનો ઝંડો લહેરાવનારાઓને કહ્યું કે, તેઓ પોતાનો ઝંડો અહીં ન લહેરાવે. વ્યક્તિએ આગળ કહ્યું કે ન્યુઝીલેન્ડમાં આ દેશનો જ ઝંડો લહેરાવવો જોઈએ. તેણે કહ્યું કે ખાલિસ્તાનીઓએ પોતાનો વિદેશી એઝંડા અહીં ન ચલાવવો જોઈએ.
સિખ ફોર જસ્ટિસે કાર્યક્રમનું આયોજન કર્યું
સિખ ફોર જસ્ટિસ દ્વારા ખાલિસ્તાનના સમર્થનમાં આયોજીત કરવામાં આવેલ ‘ખાલિસ્તાન રેફરેંડમ’ અંતર્ગત આ લોકો એકઠા થયા હતા. સિખ ફોર જસ્ટિસ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેને ચલાવનાર વ્યક્તિ ગુરપતવંત સિંહ પન્નૂ છે. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો છે. સિખ ફોર જસ્ટિસ અને પન્નૂ વિદેશમાં રહેનારા સિખો સાથે જ ભારતમાં પણ સિથ સમુદાયના યુવાનોના પૃથક સિખ રાષ્ટ્રના ગઠનના નામે ભડકાવી રહ્યો છે.
ભારતીય સમદાયે આલોચના કરી
ઓકલેન્ડમાં થયેલા આ ‘ખાલિસ્તાન રેફરેંડમ’ની ત્યાંના ભારતીય સમદાયે આલોચના કરી છે. અને કહ્યું છે કે, આથી સામાજીક સૌહાર્દ બગડી શકે છે. ન્યુઝીલેન્ડ ઈન્ડિયન સેન્ટ્રલ એસોસિએશનના અધ્યક્ષ નરેન્દ્ર ભાણાએ તેને દેશમાં શાંતિ ભંગ કરનારૂં ગણાવ્યું છે.
આ પણ વાંચો: મણિપુરમાં CAPF ની 50 કંપનીઓ તૈનાત કરશે કેન્દ્ર સરકાર
ન્યુઝીલેન્ડમાં સિખ સમુદાય લગભદ એક ટકા છે. આ સિવાય કેનેડા અને અમેરિકામાં પણ સિખ સમુદાયના લોકો રહે છે. કેનેડામાં બે ટકા વસ્તી સિખ સમુદાયની છે. અહીં જણાવવું જરૂરી છે કે ખાલિસ્તાનને લઈ ભારત અને કેનેડાના સંબંધો ગત કેટલાક દિવસોથી ખુબ જ ખરાબ થઈ ગયા છે. બંને દેશોએ એક-બીજાથી રાજનીતિ સંબંધોમાં કાપ મૂક્યો છે અને આનું કારણ હરદીપ સિંહ નિજ્જર નામનો વ્યક્તિ છે.
કેનેડાનું કહેવું છે કે નિજ્જરની હત્યામાં કેટલાક ભારતીય એજન્ટ સામેલ હતા પરંતુ ભારતે આથી ઈન્કાર કર્યો છે. નિજ્જર પર આરોપ છે કે તે ખાલસ્તાનનો સમર્થક હતો.





