Mount abu Leopard: માઉન્ટ આબુમાં દીપડો અને ભાલુ દેખાવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ અવારનવાર પ્રવાસીઓ દીપડાની તસવીરો અને વીડિયો પોતાના કેમેરામાં કેદ કરતા થઈ ગયા છે. માઉન્ટ આબુના સનરાઈઝ વેલી સીતી વન અને રાઈઝીંગ સન હાઉસમાં સાંજે અને સવારે ફરવા જતા સમયે માઉન્ટ આબુના પર્યાવરણ પ્રેમી તથા વિશેષજ્ઞ અનિલ માથુરે દીપડાની એક જોડીને અલગ-અલગ વિભિન્ન મુદ્રાઓમાં પોતાના કેમેરામાં કેદ કરી હતી.
પર્વતીય પર્યટણ ક્ષેત્ર માઉન્ટ આબુમાં હાલમાં વિભિન્ન સ્થાનો પર દીપડો એટલે કે લિઓપર્ડ ક્યાંક જોડીમાં તો ક્યાંક અલગથી આરામ ફરવાતા જોવા મળી જાય છે અને માઉન્ટ આબુના ચુંગી નાકા નજીક સનરાઈઝ વૈલીથી સન મેરીસ રોડ પર આવેલ સીતા વન અને રાઈઝીંગ હાઉસ પાસે પર્યાવરણ પ્રેમી તથા વિશેષજ્ઞ અનિલ માથુરે દીપડાની જોડીને અલગ જ મુદ્રામાં કેદ કરી હતી.
માઉન્ટ આબુમાં છેલ્લા 4 દાયકાથી સફારી પાર્ક બનાવવાની માંગ કરાઈ રહી છે. પર્યાવરણવિદ અને વિશેષજ્ઞ અનિલ માથુરનું કહેવું છે જો માઉન્ટ આબુમાં સફારી પાર્ક બને છે તો પર્યટણ ક્ષેત્રે જવાઈ બાંધ માફક ચાર ચાંદ લાગી શે છે અને માઉન્ટ આબુની હોટેલોને તેનો આર્થિક લાભ મળી શકે છે.
માઉન્ટ આબુની વિકાસ સમિતિ રાજસ્થનના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બનેલી છે અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલ સફારી પાર્ક વિશે નિર્ણય લેતા રહ્યા છે. માઉન્ટ આબુનું વિન વિભાગ સનસેટ પોઈન્ટ નગરપાલિકા ક્ષેત્રમાં પર્યટકોથી પ્રવાસી ટેક્સના નામે પ્રતિવર્ષ કરોડો રૂપિયા વસૂલે છે અને આવનારા પ્રવાસીઓ પણ સફારી પાર્કની માંગ કરે છે. જેના માટે માઉન્ટ આબુમાં પ્રવાસીઓને નવીનતા આપવા માટે કેટલાક ઉદાહરણ રજૂ થઈ શકે છે.