Japan Earthquake: જાપાનમાં આવેલા ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સોમવારે દક્ષિણપશ્ચિમ જાપાનમાં રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. એમ દેશની હવામાન એજન્સીએ જણાવ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિયાઝાકી પ્રાંત હતું.
એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે 9:19 વાગ્યે ભૂકંપ આવ્યા પછી તરત જ મિયાઝાકી પ્રીફેક્ચર, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું. દક્ષિણપશ્ચિમ ટાપુ ક્યુશુ અને નજીકના કોચી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.
જાપાન પેસિફિક બેસિનમાં જ્વાળામુખી અને ફોલ્ટ લાઇનોના “રિંગ ઓફ ફાયર” ની બાજુમાં સ્થિત હોવાથી વારંવાર ભૂકંપનો ભોગ બને છે.
આ પહેલા પણ જાપાનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ જાપાનમાં 6.9 અને 7.1 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેનાથી દક્ષિણપશ્ચિમ ટાપુઓ ક્યુશુ અને શિકોકુ હચમચી ગયા હતા. આ પહેલા 1 જાન્યુઆરી, 2024 ના રોજ જાપાનમાં સુઝુ, વાજીમા અને આસપાસના વિસ્તારોમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા.





