એર ઇન્ડિયાએ 787 ડ્રીમલાઇનરને ઉડાન ભરવાથી રોક્યું, પાયલટે આપી હતી ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં ગરબડીની સૂચના

Air India : એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ફરી એકવાર ચર્ચામાં છે. સોમવારે એરલાઇન્સે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં ફ્યુઅલ સ્વિચમાં ખામી જોવા મળી હતી, જેના કારણે ફ્લાઇટને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવી છે

Air India : એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ફરી એકવાર ચર્ચામાં છે. સોમવારે એરલાઇન્સે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં ફ્યુઅલ સ્વિચમાં ખામી જોવા મળી હતી, જેના કારણે ફ્લાઇટને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવી છે

author-image
Ashish Goyal
New Update
Air India

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન Photograph: (airindia.com)

Air India : એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ફરી એકવાર ચર્ચામાં છે. સોમવારે એરલાઇન્સે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં ફ્યુઅલ સ્વિચમાં ખામી જોવા મળી હતી, જેના કારણે ફ્લાઇટને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવી છે. એરલાઇન્સે આ ઘટના વિશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરી હતી. 

Advertisment

આ પછી DGCA ને અન્ય તમામ એરક્રાફ્ટના ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો. એરલાઇન્સે જણાવ્યું કે બધા એરક્રાફ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોઈ ખામી મળી નથી.

એર ઇન્ડિયાએ નિવેદનમાં શું કહ્યું

આ બાબતે જાહેર કરાયેલા એક નિવેદનમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી છે કે અમારા એક પાઇલટે બોઇંગ 787-8 એરક્રાફ્ટના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં સંભવિત ખામીની જાણ કરી હતી. પ્રારંભિક માહિતી મળ્યા પછી અમે વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું છે અને પાયલટની ચિંતાની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરાવવા માટે OEM ને સામેલ કર્યા છે.

એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે ડીજીસીએને આ બાબતની જાણ કરવામાં આવી છે. ડીજીસીએના નિર્દેશને અનુસરીને એર ઈન્ડિયાએ તેના કાફલામાં રહેલા તમામ બોઈંગ 787 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોની તપાસ કરી હતી. જેમાં કોઈ સમસ્યા મળી ન હતી. એર ઈન્ડિયામાં મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે.

Advertisment

આ પણ વાંચો -  બજેટ 2026 પર પીએમ મોદીએ કહ્યું

ગયા વર્ષે જૂનમાં અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે તપાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અકસ્માતનું કારણ એ હતું કે વિમાનમાં બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ "RUN" થી "CUTOFF" માં બદલી ગઇ હતી. આ વિમાન દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં બે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ હોય છે. વિમાનના બન્ને એન્જિન માટે એક-એક સ્વિચ હોય છે.

લંડનથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં શું થયું હતું?

સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક પ્રેસ રિપોર્ટમાં જણાવાયું છે કે ફ્લાઇટ ક્રૂએ પાયલટને ડાબા એન્જિનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના અસામાન્ય વર્તન વિશે જાણ કરી હતી. પ્રેસ રિપોર્ટ અનુસાર એક ક્રૂ મેમ્બરે સમજાવ્યું હતું કે એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ફ્યુઅલ કંટ્રોલ વારંવાર તેની પોઝિશન બદલતો હતો. તેને ઓન પર લોગ નહીં થઇે વારંવાર કટ ઓફ તરફ  ખસી રહ્યો હતો. આવી સ્થિતિમાં ફ્લાઇટ દરમિયાન એન્જિન ઘણીવાર બંધ થઈ જાય છે, જેન દુર્ઘટનાનું કારણ બને છે. આ ઘટનાની જાણ થયા પછી ફ્લાઇટની ઉડાન રોકવામાં આવી હતી.

એરલાઇન્સ દેશ