/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-pm-modi-2026-02-01-15-43-44.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પર પ્રતિક્રિયા આપી Photograph: (@narendramodi)
Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું હતું. નાણાંમંત્રીએ બજેટમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું છે. નાણામંત્રીની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે એક મહિલા નાણામંત્રી તરીકે નિર્મલાજીએ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ બજેટ અપાર તકોનો રાજમાર્ગ છે :પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશની નારી શક્તિનું મજબૂત પ્રતિબિંબ દર્શાવે છે. આ બજેટ અપાર તકોનો રાજમાર્ગ છે. આ બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરનારું છે, ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત કરનારું છે. આ બજેટ 2047ના વિકસિત ભારતની આપણી ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે.
અમે જલ્દી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, આ બજેટ તેને નવી ઊર્જા, નવી ગતિ આપશે. જે પાથ બ્રેકિંગ સુધારા કરવામાં આવ્યા છે તે ભારતના સાહસિક, પ્રતિભાશાળી યુવાનોને ઉડવા માટે ખુલ્લુ આકાશ આપે છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને નવી તાકાત આપે છે. ભારતના 140 કરોડ નાગરિકો સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીને જ સંતુષ્ટ નથી. અમે વહેલામાં વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ. આ કરોડો દેશવાસીઓનો સંકલ્પ છે.
The Union Budget reflects the aspirations of 140 crore Indians. It strengthens the reform journey and charts a clear roadmap for Viksit Bharat.#ViksitBharatBudgethttps://t.co/26hIdizan9
— Narendra Modi (@narendramodi) February 1, 2026
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ બડેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ-કેન્દ્રિત આર્થિક માળખાના વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે આ એક વિશિષ્ઠ બજેટ છે, જેમાં રાજકોષીય ખાધ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રણમાં લેવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે સાથે તે મજબૂત આર્થિક વૃદ્ધિ સાથે ઊંચા મૂડી ખર્ચને સંતુલિત કરે છે.
આ પણ વાંચો - બજેટમાં ખેડૂતોને મોટી ભેટ, જાણો નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર માટે શું જાહેરાતો કરી
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના વિશ્વસનીય લોકતાંત્રિક ભાગીદાર અને વિશ્વસનીય ગુણવત્તા સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા સતત વધી રહી છે. હાલમાં જ જે મોટી-મોટી ટ્રેડ ડીલ્સ ભારતે કરી છે, મધર ઓફ ઓલ ડીલ્સનો વધારેમાં વધારે લાભ ભારતના યુવાનોને મળે, ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને મળે. આ દિશામાં બજેટમાં મોટા-મોટા ફાયદા ઉઠાવવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us