Operation Sindoor: POK-પાકિસ્તાનમાં હવાઈ હુમલા બાદ ભારતમાં એરપોર્ટ બંધ, એરલાઈન્સે ફ્લાઇટ્સ રદ કરી

પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા વચ્ચે એર ઈન્ડિયાએ તેના મુસાફરો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જે હેઠળ આજે બપોરે 12 વાગ્યા સુધી દેશભરમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ રદ રહેશે.

Written by Rakesh Parmar
May 07, 2025 10:32 IST
Operation Sindoor: POK-પાકિસ્તાનમાં હવાઈ હુમલા બાદ ભારતમાં એરપોર્ટ બંધ, એરલાઈન્સે ફ્લાઇટ્સ રદ કરી
ઈન્ડિગો અને સ્પાઈસ જેટ એરલાઈન્સે પણ તેમની ફ્લાઇટ્સ રદ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Operation Sindoor: ભારતે 7 મેના રોજ સવારે 2 થી 3 વાગ્યા દરમિયાન પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં પ્રવેશ કર્યો અને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન અને POK માં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાનો હતો. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં 22 એપ્રિલ 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્ય કાર્યાલયોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા વચ્ચે એર ઈન્ડિયાએ તેના મુસાફરો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જે હેઠળ આજે બપોરે 12 વાગ્યા સુધી દેશભરમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ રદ રહેશે. ઈન્ડિગો અને સ્પાઈસ જેટ એરલાઈન્સે પણ તેમની ફ્લાઇટ્સ રદ કરી છે. ઉત્તર ભારતમાં એરપોર્ટ્સ આગામી આદેશ સુધી બંધ રહેશે.

આ શહેરોમાં એરપોર્ટ અને ફ્લાઇટ્સ બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેનાના હુમલા પછી, એર ઇન્ડિયા, ઇન્ડિગો એરલાઇન્સ અને સ્પાઇસ જેટે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને, એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા એડવાઈઝરી વાંચવા વિનંતી કરી છે. બિકાનેર, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા સહિત ઘણા શહેરોની ફ્લાઇટ્સ રદ રહેશે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.

Air Strike on Pakistan, India Pakistan Conflict, Indian Army,
ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસનું ટ્વીટ.

એરલાઇન્સે મુસાફરોને જણાવ્યું છે કે ધર્મશાલા (DHM), લેહ (IXL), જમ્મુ (IXJ), શ્રીનગર (SXR) અને અમૃતસર (ATQ) સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં એરપોર્ટ આગામી આદેશ સુધી બંધ રહેશે. ફ્લાઇટ્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. એરલાઇન્સે મુસાફરોને ઘરે રહેવા અને એરપોર્ટ જતા પહેલા એડવાઈઝરી વાંચવા અને અન્ય લોકોને પણ તેના વિશે જણાવવાની અપીલ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ