અજિત પવાર પ્લેન ક્રેશ, પ્રત્યક્ષદર્શીઓએ આ દુર્ઘટના વિશે કહી આવી વાત

Ajit Pawar Plane Crash Updates : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું, પ્લેન ક્રેશની સાક્ષી બનેલી એક મહિલાએ દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો આપી છે

Ajit Pawar Plane Crash Updates : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું, પ્લેન ક્રેશની સાક્ષી બનેલી એક મહિલાએ દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો આપી છે

author-image
Ashish Goyal
New Update
Ajit Pawar Plane Crash Updates

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું Photograph: (એક્સપ્રેસ)

Ajit Pawar Plane Crash Updates : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાની સાક્ષી બનેલી એક મહિલાએ દુર્ઘટનાની સંપૂર્ણ વિગતો આપી છે. મહિલાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે પૂણે જિલ્લાના બારામતી નજીક લેન્ડિંગ સમયે વિમાન હવામાં થોડું અસ્થિર દેખાતું હતું અને ક્રેશ થયા પછી વિસ્ફોટ થયો હતો.

Advertisment

આ ઘટનાના અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી હતી, જે પછી સળંગ ચારથી પાંચ વિસ્ફોટ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર 66 વર્ષીય પવાર અને અન્ય ચાર લોકોને લઈ જતું વિમાન સવારે 8.50 વાગ્યે ક્રેશ થયું હતું, જેમાં તેમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા. મહિલાએ કહ્યું કે તેણે સવારે વિમાનને બારામતી એરપોર્ટની ઉપર ચક્કર લગાવતા જોયું હતું.

વિમાનના ઘણા ભાગો હવામાં ઉછળ્યા - પ્રત્યક્ષદર્શી

મહિલાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે વિમાન હવામાં ચક્કર લગાવ્યા પછી થોડું અસ્થિર લાગ્યું હતું અને જ્યારે તે લેન્ડિંગ માટે રન-વે પર પહોંચ્યું ત્યારે તે જમીન પર જોરથી અથડાયું હતું અને વિસ્ફોટ થયો. ત્યાં એક જોરદાર અવાજ આવ્યો હતો જે અમારા ઘર સુધી સંભળાયો હતો. 

Advertisment

તેમણે કહ્યું કે વિસ્ફોટ પછી વિમાનના ઘણા ભાગો હવામાં ઉછળ્યા હતા. કાટમાળનો એક ભાગ તેના ઘરની નજીક પણ પડ્યો હતો. નીચે પડતા પહેલા વિમાન એક બાજુ નમ્યું હતું. અમે વિસ્ફોટ જોયો હતો અને તે ખૂબ જ ભયાનક હતો. 

લેન્ડિંગ વખતે વિમાનનું નિયંત્રણ બગડી ગયું હતું

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે લેન્ડિંગ કરતી વખતે વિમાનનું નિયંત્રણ બગડ્યું હતું. તેણે પત્રકારોને જણાવ્યું કે જે રીતે વિમાન નીચે આવી રહ્યું હતું, અમને લાગતું હતું કે તે દુર્ઘટનાગ્રસ્ત થશે. તે રન-વેથી લગભગ 100 ફૂટ ઉપર હતું. જ્યારે અમે વિમાન તરફ દોડ્યા ત્યારે અમે આગની જ્વાળા જોઇ હતી અને સળંગ ચારથી પાંચ વિસ્ફોટ થયા હતા. જેના કારણે અમે વિમાનની નજીક ગયા ન હતા. આગ ખૂબ જ ભયંકર હતી. બાદમાં અમને ખબર પડી કે પવાર વિમાનમાં સવાર હતા. તે અમારા માટે ચોંકાવનારી વાત હતી.

આ પણ વાંચો - ભારતીય રાજનીતિના એ ચહેરાઓ જેમના હવાઈ દુર્ઘટનામાં થંભી ગયા શ્વાસ

ફ્લાઇટ  રડાર અનુસાર વિમાને સવારે 8.10 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને સવારે 8.45 વાગ્યે ગાયબ થઈ ગયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિમાન સવારે 8.50 વાગ્યે ક્રેશ થયું હતું. ઘટના સમયે વિમાનમાં પાંચ લોકો સવાર હતા. પોલીસ અધિક્ષક સંદીપસિંહ ગિલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ આગ લાગી હતી. વિમાનમાં સવાર લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

પ્લેન ક્રેશ મહારાષ્ટ્ર અજિત પવાર