/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crash-video-2026-01-28-15-21-21.jpg)
અજિત પવાર પ્લેન ક્રેશ વીડિયો Photograph: (Journalist Abhishek Gupta, એક્સ)
Ajit Pawar Plane Crash video : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ દુ:ખદ અકસ્માતમાં અજિત પવારનું મોત નિધન થયું હતું. તેમની સાથે સવાર અન્ય લોકો પણ બચી શક્યા નથી. આ દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે, તમામ નેતાઓ એનસીપી પ્રમુખને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન બારામતી પ્લેન દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે?
વાયરલ વીડિયોમાં અચાનક જોરદાર વિસ્ફોટ દેખાય છે, તે વિસ્ફોટ બાદ આખા આકાશમાં ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. તે વીડિયો જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈના બચવાની કોઈ શક્યતા ન હતી. આ વીડિયો 26 સેકન્ડનો છે, જે એક સીસીટીવી ફૂટેજને કારણે સામે આવ્યો છે. અહેવાલ છે કે આ અકસ્માત એટલો દર્દનાક હતો કે અજિત પવારના લાશની ઓળખ તેમની ઘડિયાળ અને કુર્તાને કારણે થઈ શકી હતી.
અજિત પવારના વિમાનને લઇને શું જાણકારી છે?
અજિત પવાર જે વિમાનમાં ઉડાન ભરી રહ્યા હતા તેના વિશે પણ મહત્વની માહિતી સામે આવી છે. મોટી વાત એ છે કે તે વિમાનમાં બીજા ઘણા નેતાઓ મુસાફરી કરે છે, ઘણા મોટા બિઝનેસ લીડર પણ આ જ વિમાનનો ઉપયોગ કરે છે. અત્યાર સુધીના એક અહેવાલ મુજબ અજિત પવાર વીએસઆર ઓપરેટરના લીયરજેટ-45 વિમાનમાં સવાર હતા. તે વિમાનનો રજિસ્ટ્રેશન નંબર વીટી-એસએસકે હતો.
बारामती विमान हादसे का नया दर्दनाक CCTV वीडियो जिसमें अजित पवार समेत 5 लोगों की हुई है मौत #ajit_pawar#maharashtra#ajitpawar#crash#flightcrash#planecrash#CCTVpic.twitter.com/TlaFBeVHQQ
— Journalist Abhishek Gupta (@MojoAbhishek) January 28, 2026
અકસ્માત સમયે વિમાનમાં પાંચ લોકો સવાર હતા. આ વિમાનની ક્ષમતા સામાન્ય રીતે 6 થી 8 મુસાફરોની હોય છે. આ વિમાનનો ઉપયોગ કોર્પોરેટ કામ અને સરકારી મૂવમેન્ટમાં સૌથી વધુ થાય છે. કહેવામાં આવે છે કે આ વિમાન ટૂંકા રનવેથી પણ સરળતાથી ઉડાન ભરી શકે છે.
આ પણ વાંચો - અજિત પવાર પ્લેન ક્રેશ, પ્રત્યક્ષદર્શીઓએ આ દુર્ઘટના વિશે કહી આવી વાત
શું અજિત પવારનું વિમાન સુરક્ષિત હતું?
મોટી વાત એ છે કે આ પહેલા પણ આ જ મોડલનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના જણાવ્યા અનુસાર 14 સપ્ટેમ્બર 2023 ના રોજ લિયરજેટ 45XR વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈ જવા રવાના થયું હતું. વિમાનમાં છ મુસાફરો હતા અને ભારતીય સમયાનુસાર સાંજે 5:02 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે તે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી વિમાનમાં આગ લાગી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us