મહિલાએ ઘર બનાવવા લોકો પાસે દાન માગ્યું, ઘરે આવ્યું એક પાર્સલ, જેને ખોલતા જ પોલીસ બોલાવવી પડી

Andhra Pradesh News: એક મહિલા જેણે લોકોને ઘર બનાવવા માટે દાન કરવાની અપીલ કરી હતી, તેના ઘરે પાર્સલ આવતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જ્યારે મહિલાએ ડિલિવરી કરેલું પાર્સલ ખોલ્યું તો તેની અંદર એક વિકૃત લાશ મળી હતી.

Written by Rakesh Parmar
December 20, 2024 18:03 IST
મહિલાએ ઘર બનાવવા લોકો પાસે દાન માગ્યું, ઘરે આવ્યું એક પાર્સલ, જેને ખોલતા જ પોલીસ બોલાવવી પડી
આ મહિલાએ ઉંડી મંડલના યેન્દાગાંડી ગામમાં તેના નિર્માણાધીન મકાનના ઉપયોગ માટે દાતા પાસેથી દાન માંગ્યું હતું. (Photo: X)

Andhra Pradesh News: એક મહિલા જેણે લોકોને ઘર બનાવવા માટે દાન કરવાની અપીલ કરી હતી, તેના ઘરે પાર્સલ આવતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જ્યારે મહિલાએ ડિલિવરી કરેલું પાર્સલ ખોલ્યું તો તેની અંદર એક વિકૃત લાશ મળી હતી. મહિલા માટે આ ચોંકાવનારો અનુભવ હતો, જેના વિશે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ખરેખરમાં આ મામલો આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઉંડીનો છે. અહીં આર તુલસી નામની મહિલાના નિર્માણાધીન મકાનમાં કથિત રીતે મૃતદેહ પાર્સલ કરવામાં આવ્યો હતો. મૃતદેહનો ચહેરો વિકૃત હતો. લાશને પ્લાસ્ટિકમાં લપેટીને વીંટાળીને લાકડાના બોક્સમાં વીજ વાયર અને અન્ય વીજ ઉપકરણો સાથે રાખવામાં આવી હતી.

પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું

આર તુલસી નામની આ મહિલાએ ઉંડી મંડલના યેન્દાગાંડી ગામમાં તેના નિર્માણાધીન મકાનના ઉપયોગ માટે દાતા પાસેથી દાન માંગ્યું હતું. ઉંડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લાશને કબજે કરી છે અને તેને પોસ્ટમોર્ટમ માટે ભીમાવરમ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે.

ઉંડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર એમ નઝીરુલ્લાએ જણાવ્યું કે આર તુલસી નામની મહિલાને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શું 500 રૂપિયાથી વધુની ચલણી નોટો ફરી આવશે? જાણો શું છે મોદી સરકારનો પ્લાન, આ રહી સંપૂર્ણ વિગત

મકાન બનાવવા માટે દાન માંગ્યું હતું

મહિલાએ ઘરનું બાંધકામ શરૂ કરી દીધું હતું. તેણે બાંધકામ પૂર્ણ કરવામાં મદદ કરવા માટે વિવિધ સંસ્થાઓ પાસેથી બાંધકામ સામગ્રી, ટાઇલ્સ, ઇલેક્ટ્રિકલ સામાન વગેરેના રૂપમાં દાન માંગ્યું હતું. એક એનજીઓએ કથિત રીતે પહેલા મહિલાને બાંધકામ સામગ્રીનું વિતરણ કર્યું હતું.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

અધિકારીએ જણાવ્યું કે મહિલા પાસે જે પાર્સલ આવ્યા હતા તેમાં એકમાં લાશ હતી અને બીજામાં ટાઈલ્સ હતી. બે દિવસ પહેલા કોઈએ તેણીને (તુલસી) ફોન કરીને કહ્યું કે તેઓ એક પાર્સલ મોકલી રહ્યા છે, એક મોટું લાકડાનું બોક્સ જે ગુરુવારે ડિલિવરી કરવામાં આવ્યું હતું અને તેણીએ તેને પ્લોટમાં રાખ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે સ્ટાફે તેને ખોલ્યું અને ઈલેક્ટ્રીકલ વાયર પાસે લાશ મળી આવી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેને કોણે ફોન કર્યો અને પાર્સલ મોકલ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે અગિયાર વર્ષ પહેલા તેમના પતિના ગુમ થયા બાદ મહિલા એકલી રહેતી હતી. પોલીસ મહિલા અને તેના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ