પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો, ભારતે PAK એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી દીધું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી દીધું છે. નોટિસ ટૂ એરમેન એટલે કે NOTAM જારી કરવામાં આવી છે.

Written by Rakesh Parmar
April 30, 2025 23:18 IST
પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો, ભારતે PAK એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી દીધું
ભારતે પાકિસ્તાનથી આવતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. (તસવીર: File Photo))

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી દીધું છે. નોટિસ ટૂ એરમેન એટલે કે NOTAM જારી કરવામાં આવી છે. આ NOTAM 30 એપ્રિલથી 23 મે સુધી જારી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પાકિસ્તાનમાં નોંધાયેલ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય એરસ્પેસમાં પ્રવેશી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાન સામે બદલો લેવા માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. અગાઉ પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.

ભારતે પાકિસ્તાનથી આવતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આજે સાંજે પીએમ મોદી સેના પ્રમુખને મળ્યા હતા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. ત્યાં જ પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પહેલાથી જ બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: જાતિગત વસ્તી ગણતરીનો અર્થ શું છે, તેની જરૂર કેમ પડી? સરળ શબ્દોમાં સમજો આખી વાર્તા

પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા, ઇસ્લામાબાદ સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા અને ટૂંકા ગાળાના વિઝા પરના તમામ પાકિસ્તાનીઓને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપવા સહિત અનેક પગલાંની જાહેરાત કરી હતી. વાઘા-અટારી બોર્ડર દ્વારા પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ