બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના વિદેશ સચિવ સ્તરની વાટાઘાટોમાં અનેક વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા. આ દરમિયાન પાડોશી દેશે 1971 ના અત્યાચારો માટે પાકિસ્તાન પાસેથી માફી માંગવાની માંગ કરી. બાંગ્લાદેશે 1971 ના અત્યાચારો અંગે ઐતિહાસિક રીતે વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા અને પાકિસ્તાન પાસેથી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. બંને દેશો વચ્ચે 15 વર્ષમાં પ્રથમ વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો ગુરુવારે થઈ હતી.
1971 માં પૂર્વ પાકિસ્તાન અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યું ત્યારે ઢાકાએ પાકિસ્તાનને વારસામાં મળેલી સંયુક્ત સંપત્તિમાંથી 4.3 અબજ યુએસ ડોલર ચૂકવવા પણ કહ્યું હતું. બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીને તેમના પાકિસ્તાની સમકક્ષ અમના બલોચ સાથેના વિદેશ કાર્યાલય પરામર્શ (FOC) પછી પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન સાથે ઐતિહાસિક રીતે વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા છે”.
બાંગ્લાદેશે પાકિસ્તાનને બાકી રહેલા $4.3 બિલિયન ચૂકવવા કહ્યું
બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી 4.3 અબજ ડોલરની બાકી રકમ ચૂકવવાની તેમજ બાંગ્લાદેશથી 3 લાખથી વધુ પાકિસ્તાનીઓને પરત મોકલવાની માંગ કરી હતી. વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને વિદેશ મંત્રાલયમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આપણા દ્વિપક્ષીય સંબંધો માટે મજબૂત પાયો સ્થાપિત કરવા માટે આ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જરૂર છે”. વાટાઘાટો દરમિયાન પાકિસ્તાનના પ્રતિભાવ વિશે પૂછવામાં આવતા વિદેશ સચિવે કહ્યું કે તેમણે બાંગ્લાદેશને તેમની સતત વાતચીતની ખાતરી આપી છે. તેમણે કહ્યું “તેઓએ સંવાદ ચાલુ રાખવામાં રસ દર્શાવ્યો. અમારો ઉદ્દેશ્ય મુખ્ય મુદ્દાઓ ઉઠાવવાનો હતો”.
આ પણ વાંચો: RBI એ સરકારી અને ખાનગી 3 બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની બેંકનું લાયસન્સનું રદ્દ
વિદેશ સચિવ જશીમ ઉદ્દીને એ પણ જાહેરાત કરી કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર 27-28 એપ્રિલે બાંગ્લાદેશની મુલાકાત લેશે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ સચિવ અમના બલોચે મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ અને વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને અલગથી મળ્યા હતા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.





