Odisha: ઓડિશાના કટકમાં બાંગ્લાદેશની એક સગીર છોકરીને દેહ વેપાર માટે મજબૂર કરવામાં આવી રહી હતી. આ આરોપ અંતર્ગત પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તસ્કરીના એંગલની પણ તપાસ કરી રહી છે. આ મામલે પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ રાજસ્થાનના વીરા ગુજર ચૌધરી (55) અને ઓડિશાના ક્યોંજરની જાસ્મીન (36) ના રૂપે થઈ છે. બાંગ્લાદેશની 16 વર્ષીય છોકરીના આરોપો બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેને 9 નવેમ્બરે મધુપટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લિંક રોડ વિસ્તારથી પોલીસે દબોચ્યા હતા.
સગીરાએ આપી તમામ જાણકારી
કટકના ડીસીપી જગમોહન મીનાએ જણાવ્યું કે, બાદમાં સગીરાને બાળ કલ્યાણ સમિતિ (સીડબલ્યૂસી) કટકને સોંપી દેવામાં આવી હતી. મીનાએ જણાવ્યું કે પોલીસે બાંગ્લાદેશથી ગેરકાયદેસર લાવવામાં આવેલી છોકરી દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે મામલાની તપાસ શરૂ કરી. તેમણે જણાવ્યું કે મામલાના આરોપમાં ધરપકડ કરાયેલ પતિ-પત્નીના મોબાઈલ ફોન કોલ રેકોર્ડથી જાણવા મળ્યું છે કે, તેઓ ગુનામાં સામેલ હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં બનશે ઇમેજિકા પાર્ક, રિવરફ્રંટની રોનકમાં થશે વધારો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ દંપતી ભાડાના મકાનમાં રહીને આ રેકેડ ચલાવતા હતા અને મકાન માલિકની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ નેટવર્કમાં અન્ય લોકોના સામેલ હોવાને લઈ તપાસ કરી રહી છે. સગીરાએ દેહ વેપારમાં સામેલ બે મહિલાઓ સહિત પાંચ એજન્ટોના નામ આપ્યા છે. તેણે પોલીસ દ્વારા પહેલા નોંધવામાં આવેલા નિવેદનમાં તેમના સરનામા અને સંપર્ક નંબર પણ આપ્યા હતા.
સગીરા અનુસાર, તેને કોલકાતાના રસ્તે ઢાકાથી લાવવામાં આવી હતી. આ બધુ ઓગસ્ટ-સમ્પેમ્બર મહિનામાં થયું હતું. બાદમાં તેને ભુવનેશ્વર લાવવામાં આવી હતી. તે બાંગ્લાદેશી છે પરંતુ તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખ પત્ર મળ્યુ નથી. તેની પાસે યાત્રા સાથે સંબંધિત કોઈ પણ જાતનો પુરાવો નથી. CWC ના ચેરમેન પ્રમોદ કુમારે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે તે કટક કેવી રીતે પહોંચી.





