અજિત પવારની રાજકીય સફર: સંઘર્ષ અને વિવાદ વચ્ચે એક નેતા જોઓ ક્યારે ન્હોતા થયા સત્તાની બહાર

Maharashtra deputy cm ajit pawar political career: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રેલીઓને સંબોધવા માટે NCP વડા બારામતી જવાના હતા. ચાલો અજિત પવારની રાજકીય સફર પર એક નજર કરીએ.

Maharashtra deputy cm ajit pawar political career: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રેલીઓને સંબોધવા માટે NCP વડા બારામતી જવાના હતા. ચાલો અજિત પવારની રાજકીય સફર પર એક નજર કરીએ.

author-image
Ankit Patel
New Update
Ajit Pawar die

અજિત પવાર નિધન રાજકીય સફર Photograph: (jansatta)

Maharashtra deputy cm ajit pawar political career: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પાંચ અન્ય લોકોના બુધવારે સવારે પુણે જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણેના બારામતી વિસ્તારમાં પવારનું વિમાન ઉતરાણ કરતી વખતે ક્રેશ લેન્ડ થયું હતું.

Advertisment

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નથી. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બે અન્ય કર્મચારીઓ (એક PSO અને એક સહાયક) અને બે ક્રૂ સભ્યો (PIC + FO) સાથે વિમાનમાં સવાર હતા. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રેલીઓને સંબોધવા માટે NCP વડા બારામતી જવાના હતા. ચાલો અજિત પવારની રાજકીય સફર પર એક નજર કરીએ.

છેલ્લા 13 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા

મહારાષ્ટ્રના રાજકારણના અનુભવી નેતા અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. અજિત પવારનો જન્મ 22 જુલાઈ, 1959 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરા ગામમાં થયો હતો. 

Advertisment

તેમણે પ્રાથમિક શિક્ષણ દેવલાલી પ્રવરામાંથી અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડમાંથી મેળવ્યું. તેમનું શિક્ષણ માધ્યમિક સ્તર સુધી રહ્યું. તેમના પિતાના મૃત્યુથી તેમના શિક્ષણમાં વિક્ષેપ પડ્યો હતો.

આ પણ વાંચોઃ- Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના Dy CM અજિત પવારનું બારામતીમાં વિમાન ક્રેશ, વિમાનમાં સવાર તમામના મોત

અજિત એનસીપીના વડા શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર હતા. તેમના પિતા વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. અજિત પવારે તેમના કાકા શરદ પવારના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ જનતા અને સમર્થકોમાં "દાદા" તરીકે જાણીતા છે.

મહારાષ્ટ્ર અજિત પવાર પ્લેન ક્રેશ