Jaisalmer Travel Guide: જેસલમેરના આ સ્થળો છે ખુબ જ રોમાંચક, શિયાળામાં જશો તો આવી જશે મજા

Jaisalmer – The Golden City: રાજસ્થાનના ગોલ્ડન સિટી તરીકે ઓળખાતું જેસલમેર ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. અહીં ફરવું હંમેશા રોમાંચક હોય છે. સોનેરી રણની વચ્ચે વસેલું જેસલમેર તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

Written by Rakesh Parmar
December 08, 2024 19:30 IST
Jaisalmer Travel Guide: જેસલમેરના આ સ્થળો છે ખુબ જ રોમાંચક, શિયાળામાં જશો તો આવી જશે મજા
જેસલમેરને ગોલ્ડન સિટી એટલે કે સોનાર કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. (તસવીર: www.tourism.rajasthan.gov.in)

Jaisalmer – The Golden City: રાજસ્થાનના ગોલ્ડન સિટી તરીકે ઓળખાતું જેસલમેર ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. અહીં ફરવું હંમેશા રોમાંચક હોય છે. સોનેરી રણની વચ્ચે વસેલું જેસલમેર તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીંનો ઉનાળા લોકોને જેટલો હૈરાન કરે છે. તેનાથી વિપરીત શિયાળાની ઋતુમાં લોકો દૂર-દૂરથી જેસલમેર ફરવા આવે છે.

જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે શા માટે ઓળખવામાં આવે છે | Which Indian city is known as the Golden city

જેસલમેરને ગોલ્ડન સિટી એટલે કે સોનાર કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખરમાં જેસલમેરની ઇમારતો અને કિલ્લાઓ પીળા રેતીના પથ્થરથી બનેલા છે, જે સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકે છે. થાર રણની વચ્ચે આવેલું જેસલમેર તેના સ્થાપત્ય, કિલ્લાઓ અને રણ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. સૂર્યાસ્ત સમયે સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકતા કિલ્લાઓને જોવું ખૂબ જ સુખદ અને જોરદાર હોય છે.

(તસવીર: www.tourism.rajasthan.gov.in)
જેસલમેરના ઘરો સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકે છે. (તસવીર: www.tourism.rajasthan.gov.in)

જેસલમેરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય | Best Time to Visit Jaisalmer

શિયાળાના મહિનાઓમાં જેસલમેરની મુલાકાત લેવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોક તમે અહી જવાનું વિચારી રહ્યા હો તો તમે ઓક્ટોબરથી માર્ચ વચ્ચે જેસલમેર જઈ શકો છો. આ સમયે અહીંનું તાપમાન એકદમ આહ્લાદક હોય છે. દૂર-દૂરથી પ્રવાસીઓ 10-27 ડિગ્રી સેલ્સિયસમાં રણ શહેરમાં આવે છે.

જેસલમેર પ્રવાસ માટે કેટલા દિવસો પૂરતા છે | How many days are sufficient for a Jaisalmer tour?

જો તમે જેસલમેરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે ઓછામાં ઓછા બે દિવસ રહી શકો છો. જોકે અહીં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે બે દિવસ ઓછા પડી જાય. અહીં તમે સરળતાથી ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો આનંદ માણી શકો છો. માત્ર બે દિવસમાં તમે એક સાથે કેટલીક મહાન યાદો બનાવી શકો છો.

જેસલમેરમાં જોવા જેવી વસ્તુઓ શું છે | Best Places to Visit in Jaisalmer

જેસલમેર કિલ્લો: જેસલમેર કિલ્લો, રાજસ્થાન

Top places to visit in Jaisalmer, (તસવીર: www.tourism.rajasthan.gov.in)
(તસવીર: www.tourism.rajasthan.gov.in)

થારના સુવર્ણ રણમાં આવેલો જેસલમેરનો કિલ્લો સોનાર કિલ્લો એટલે કે ગોલ્ડન ફોર્ટ તરીકે પણ ઓળખાય છે. અહીંથી આથમતો સૂરજ જોવો ખૂબ જ રોમાંચક છે. તે જાણીતું છે કે કિલ્લાનું નિર્માણ સ્થાનિક કારીગરો દ્વારા શાહી ઘરોની ક્લાસિક શૈલીમાં કરવામાં આવ્યું છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. જેસલમેરનો કિલ્લો પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે.

નથમલ જી કી હવેલી જેસલમેર (NATHMAL JI KI HAVELI)

BEST Places to Visit in Jaisalmer, (તસવીર: www.tourism.rajasthan.gov.in)
નથમલ જી કી હવેલી જેસલમેર (તસવીર: www.tourism.rajasthan.gov.in)

જેસલમેરમાં તમે નથમલ જી કી હવેલીની મુલાકાત લઈ શકો છો. મુલાકાત લેવા માટે આ બેસ્ટ જગ્યા છે. નથમલ જી કી હવેલી જેસલમેરની સૌથી ભવ્ય અને સુંદર હવેલીઓમાંની એક છે. તે તેની જટિલ કોતરણી, કલા અને ઐતિહાસિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે. આ કિલ્લો 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

ડેઝર્ટ નેશનલ પાર્ક

What is the famous of Jaisalmer, (તસવીર: www.tourism.rajasthan.gov.in)
ડેઝર્ટ નેશનલ પાર્ક (તસવીર: www.tourism.rajasthan.gov.in)

રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લામાં ફેલાયેલો ડેઝર્ટ નેશનલ પાર્ક તેની રણની જૈવ વિવિધતા માટે પ્રખ્યાત છે. 3 હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ડેઝર્ટ નેશનલ પાર્કમાં અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. અહીં તમે રેતીના ટેકરા અને ખડકાળ વિસ્તારોના અદ્ભુત દૃશ્યો જોઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ