“મારો દીકરો છે, ઘરથી નીકાળ્યો છે દિલમાંથી નહીં, તે જીતશે…” પુત્ર તેજ પ્રતાપ યાદવને લઈ રાબડી દેવીનું મહત્વપૂર્ણ નિવેદન

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. ત્યારબાદ તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી બનાવી અને મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Written by Rakesh Parmar
Updated : November 02, 2025 23:07 IST
“મારો દીકરો છે, ઘરથી નીકાળ્યો છે દિલમાંથી નહીં, તે જીતશે…” પુત્ર તેજ પ્રતાપ યાદવને લઈ રાબડી દેવીનું મહત્વપૂર્ણ નિવેદન
તેજ પ્રતાપ હૃદયમાં રહે છે - રાબડી દેવી. (તસવીર: TejPratapYadavOfficial//Facebook)

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. ત્યારબાદ તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી બનાવી અને મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન તેજ પ્રતાપ યાદવની માતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ યાદવને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે તેમને પરિવારમાંથી હાંકી કાઢવામાં આવ્યા હશે, પરંતુ તે મારા દિલમાં રહે છે.

તેજ પ્રતાપ હૃદયમાં રહે છે – રાબડી દેવી

રાબડી દેવી ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ સાથે વાત કરી રહી હતી. તેમને પૂછવામાં આવ્યું કે બે પુત્રો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે અને આંતરિક સંઘર્ષ વિશે તેઓ શું કહેશે. જેના જવાબમાં રાબડી દેવીએ કહ્યું, “તે મારો દીકરો છે, તે મનથી તો થોડી નીકાળ્યો છે. તેને પાર્ટી કે પરિવારમાંથી નીકાળી દીધો છે પરંતુ તે હૃદયમાં છે. તે ઠીક છે, તે લડી રહ્યો છે.”

શું રાબડી દેવી તેજ પ્રતાપ માટે પ્રચાર કરશે?

પત્રકારે પછી પૂછ્યું, “શું તમે તેજ પ્રતાપ યાદવ માટે પ્રચાર કરવા જશો?” રાબડી દેવીએ જવાબ આપ્યો, “ના, હું નહીં કરું, પણ તે મારા મનમાં છે, મારા હૃદયમાં છે. તે પોતાની લડાઈ લડી રહ્યો છે. તેને સમગ્ર બિહારમાં પ્રવાસ કરવાનો પણ અધિકાર છે. તેની પાસેથી આ અધિકાર કોણ છીનવી લેશે? તેને જીતવા દો… તે પોતાના પગ પર ઊભો છે.”

આ પણ વાંચો: પંકજ ત્રિપાઠી પર તૂટ્યો દુખોનો પહાડ, માતા હેમવંતી દેવીનું 89 વર્ષની વયે અવસાન

રોહિણી આચાર્યએ પણ તેજ પ્રતાપ યાદવને વિજયની શુભેચ્છા પાઠવી હતી.

આ પહેલા શનિવારે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ તેજ પ્રતાપ યાદવને વિજયની શુભેચ્છા પાઠવી હતી. રોહિણી આચાર્યએ રાઘોપુર વિધાનસભા બેઠક પર તેજસ્વી યાદવ માટે પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન મીડિયાએ તેમને તેજ પ્રતાપ યાદવ વિશે પણ પૂછ્યું હતું. આના પર રોહિણી આચાર્યએ કહ્યું, “તે મારો ભાઈ પણ છે, અને એક મોટી બહેન તરીકે હું તેમને વિજય માટે આશીર્વાદ આપું છું. એક બહેન હંમેશા તેના ભાઈને ખુશ જોવા માંગે છે.”

તેજ પ્રતાપ યાદવે તેજસ્વીના સલાહકાર અને સાંસદ સંજય યાદવ પર તેમની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. માત્ર તેજ પ્રતાપ યાદવ જ નહીં, પરંતુ રોહિણી આચાર્ય પણ સંજય યાદવથી ગુસ્સે છે. જોકે રોહિણી આચાર્યએ પોતે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ