Bihar Hooch Tragedy: બિહારમાં અત્યારે ઝેરી દારૂ પીવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં મરનારની સંખ્યા 38 કરતા પણ વધારે થઈ ગઈ છે. સરકારે ઝડપી કાર્યવાહી કરતા જિલ્લામાં અનેક જગ્યાએ રેડ કરીને 87 લોકોની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આની તુલનાએ રાજ્યમાં દારૂ બંધી કાયદો લાગુ થવા એટલે કે 2016 બાદ સતત ખરાબ હાલત છે. સૌથી ખરાબ સ્થિતિ એ છે કે આ કાયદા અંતર્ગત દોષી સાબિત થવાનો દર એક ટકાથી પણ ઓછો છે. દારૂબંધી સાથે જોડાયેલા સૌથી વધારે કેસ પેન્ડિંગ છે.
બિહાર દારૂબંધી અને આબકારી અધિનિયના રેકોર્ડ ઉપર એક નજર નાંખીએ તો જાણવા મળે છે કે જમીન ઉપર કાયદાને અમલમાં લાવવા દોષ સાબિત થવાની ખરાબ દર અને પેન્ડિંગ કેસની વધતી સંખ્યાના પગલે બાધિત થયો છે. બિહારમાં જ્યારે દારૂબંધ કાયદો લાગુ થયો એટલે વર્ષ 2016થી આ વર્ષના ઓક્ટોબર વચ્ચે બિહાર પોલીસ અને આબકારી વિભાગે ચાર લાખ કેસ નોંધ્યા છે.
આ મામલામાં લગભગ 4.5 લાખ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં લગભગ 1.4 લાખ લોકોના કેસ વિવિધ કોર્ટોમાં ચાલી રહ્યા છે. જે લોકોના કેસોની સુનાવણી થઈ ગઈ ચૂકાદો આવ્યો એવા માત્ર 1300 લોકો એટલે કે માત્ર 1 ટકાથી પણ ઓછા લોકો દોષી સાબિત થયા છે. જેમાં માત્ર 80 સપ્લાયર અથવા વેપારી હતા. લગભગ 900 લોકો નક્કર પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા હતા.
બિહારની જેલોમાં દારૂબંધીના કેસોના વિચારાધીન કેદીઓની ભીડ
ઇન્ડિયન એક્સપ્રેસે વર્ષ 2018માં પણ જણાવ્યું હતું કે કેવી રીતે રાજ્યમાં હાંશિયામાં રહેનારા લોકોને દારૂબંધી કાયદા અંતર્ગત કાર્યવાહીનું નુકસાન વેઠવું પડ્યું હતું. દારૂ પીનારા લોકોની મોટી સંખ્યામાં ધરપકડ અને જેલોમાં ક્ષમતાથી વધારે ભીડથી ચિંતા વધતી જઈ રહી છે. જોકે રાજ્ય સરકારે ગત વર્ષે એપ્રિલમાં દારૂબંધી કાયદામાં સંશોધન કર્યું હતું જેથી પહેલીવાર દારૂ પીનારા લોકોને 2000 રૂપિયાથી 5000 રૂપિયાનો દંડ લઈને છૂટ આપી શકાય.
દારૂ સાથે જોડાયેલા કેસોમાં કોર્ટે ઝડપી કરી જામીન પ્રક્રિયા
બીજી તરફ કોર્ટોએ દારૂબંધી મામલામાં જામીન પ્રક્રિયા ઝડપી કરી છે. આમ છતાં પણ 25,000થી વધારે લોકો કેસો પુરા થવાની રાહમાં જેલમાં સડી રહ્યા છે. ઓછા દોષ સાબિત થવાના દર પર એક વરિષ્ટ આઈપીએસ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમારી પાસે રાજ્યમાં ખુબ જ ઓછી દારૂબંધી કોર્ટ છે. ટ્રાયલ કોર્ટ બાકીના પેન્ડિંગ કેસોના ભારણમાં દબાયેલી છે. કોર્ટમાં સાક્ષીઓ આવવાની પણ મુશ્કેલીઓ છે.
આ પણ વાંચોઃ- રશિયા-યુક્રેન યુદ્ધઃ સંવાદ, કૂટનીતિને આગળ વધારવાનો રસ્તો, યુક્રેન અંગે વડાપ્રધાન મોદીએ પુતિન સાથે કરી વાત
આ પાંચ વર્ષમાં દારૂબંધી કાયદા હેઠળ સૌથી વધારે ધરપકડ થઈ
બિહારના એડિશનલ પોલીસ મહાનિદેશક જેએસ ગંગવારે શુક્રવારે સારણ ઝેરી દારૂ ત્રાસદી અને દારૂબંધી સંબંધિત પ્રશ્નો પર સવાલ ઉઠાવવાથી ઇન્કાર કરી દીધો છે. પોલીસ હેડક્વોટરની એક પ્રેસ વિજ્ઞપ્તીમાં 12 ઓક્ટોબર પટના, રોહતાસ, નાલંદા, બક્સર અને ભાગલપુરની ઓળખ સૌથી વધારે કાર્યવાહી થનારા જિલ્લાઓ તરીકે થઈ છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 ડિસેમ્બર ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન
રાજ્યમાં દારૂની ખપત ઉપર ગાળિયો કસવા માટે સપ્તેમ્બરમાં શરૂ કરવામાં આવેલા એક વિશેષ અભિયાન અંતર્ગત આ પાંચ જિલ્લામાં સૌથી વધારે ધરપકડ કરવામાં આવી છે. પટના જિલ્લામાં દારૂબંધી દરમિયાન સૌથી વધારે ધરપકડ નોંધાઈ હતી. જ્યારે વૈશાલીમાં ગેરકાયદે દારૂ જપ્તી સૌથી મોખરે છે.