બિહારના પ્રખ્યાત નેતાઓમાંના એક પપ્પુ યાદવે કહ્યું છે કે નાના પેકેટમાં વેચાતું આ ઝેર લાખો પરિવારોને મૃત્યુ અને વિનાશ તરફ ધકેલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, “રિક્ષા ચલાવનારા, મજૂરો, કૃષિ ખેડૂતો, દૈનિક વેતન મજૂરો, ફૂટપાથ પર રહેતા લોકો આના સૌથી મોટા ભોગ બન્યા છે અને તેઓ પહેલાથી જ ગરીબી, બેરોજગારી અને શિક્ષણના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.”
પપ્પુ યાદવે પત્રમાં લખ્યું છે કે ગુટખા અને તમાકુના સેવનનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે અને તેણે આપણા સમાજના, ખાસ કરીને ગરીબો અને મજૂર વર્ગના જીવનને ખોખલું કરી દીધું છે.
અપક્ષ સાંસદે પોતાના પત્રમાં લખ્યું છે,”આ માત્ર સ્વાસ્થ્ય સમસ્યા નથી પરંતુ સામાજીક અને આર્થિક વિનાશની ગાથા છે. ગુટખામાં મળી આવતા 28 પ્રકારના કેન્સર વાળા રસાયણો મોઢા અને ગળાના કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક અને અનેક પ્રકારની ઘાતક બીમારીઓનું કારણ બને છે.”
પપ્પુ યાદવે આંકડાઓનો હવાલો આપતા કહ્યું છે કે, ભારતમાં દર વર્ષે 50,000 થી વધુ લોકોનું મોઢાના કેન્સરના કારણે મોત થાય છે. પપ્પુ યાદવ અનુસાર, “ગત 15 વર્ષમાં ગુટખા, તંબાકુના કાકરણે દેશભરમાં લગભગ 57 લાખ લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને દુનિયાભારના સ્તર પર આ સંખ્યા દર વર્ષે 6.5 લાખથી પણ વધુ છે.”