બિશ્નોઈ સમાજના આ મંદિરનો શું છે ઈતિહાસ, જ્યાં સલમાનને માફી માંગવા માટે કહેવાયું

Muktidham Mukam Temple: સલમાન ખાનના જીવન પર હાલમાં ખતરાના વાદળો ઘેરાયેલા છે. લોરેન્સ બિશ્નોઈએ એવી શરત રાખી છે કે જ્યાં સુધી સલમાન ખાન બિશ્નોઈ સમાજ પાસે માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. પરંતુ શું તમે જાણો છો કે લોરેન્સ બિશ્નોઈ ક્યાં મંદિરમાં સલમાન ખાનને માફી મંગાવવા માંગે છે. જાણો શું છે બિશ્નોઈ મંદિરની ખાસિયત.

Muktidham Mukam Temple: સલમાન ખાનના જીવન પર હાલમાં ખતરાના વાદળો ઘેરાયેલા છે. લોરેન્સ બિશ્નોઈએ એવી શરત રાખી છે કે જ્યાં સુધી સલમાન ખાન બિશ્નોઈ સમાજ પાસે માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. પરંતુ શું તમે જાણો છો કે લોરેન્સ બિશ્નોઈ ક્યાં મંદિરમાં સલમાન ખાનને માફી મંગાવવા માંગે છે. જાણો શું છે બિશ્નોઈ મંદિરની ખાસિયત.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Muktidham Mukam Temple, Bishnoi Temple, Salman Khan

લોરેન્સ બિશ્નોઈ ઈચ્છે છે કે સલમાન જ્યાં માથું નમાવે તે બીજું કોઈ નહીં પણ રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત મંદિર છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Muktidham Mukam Temple: એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતા સલમાન ખાનના જીવને ખતરો છે. જેથી તેની સુરક્ષાને લઈ સખત વ્યવસ્થા ગોઠવી જેવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ કોઇ પણ કિંમત પર ભાઈજાન પર હુમલો કરી શકે છે, જોકે લોરેન્સ બિશ્નોઈએ ભાઈજાનની માફ કરવા માટે એક શરત મૂકી છે.

Advertisment

રિપોર્ટ અનુસાર, અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બૂડિયાનું કહેવું છે કે, જો સલમાન ખાન બિશ્નોઈ સમાજ પાસે માફી માંગી લે છે તો આ મામલો સામાન્ય રીતે સમાપ્ત થઇ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે લોરેન્સ બિશ્નોઈ ક્યાં મંદિરમાં સલમાન ખાનને માફી મંગાવવા માગે છે. જાણો શું છે આ મંદિરની ખાસિયત.

લોરેન્સ બિશ્નોઈ આ મંદિરમાં સલમાનને માફી મંગાવવા માંગે છે

લોરેન્સ બિશ્નોઈ ઈચ્છે છે કે સલમાન જ્યાં માથું નમાવે તે બીજું કોઈ નહીં પણ રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત એક પ્રખ્યાત મંદિર છે. એક ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે 'જો સલમાન રાજસ્થાનના બિકાનેરમાં બિશ્નોઈ સમુદાયના મુખ્ય મંદિર (મુક્તિધામ મુકામ)માં આવે છે અને તેમના ઈષ્ટદેવની આગળ માથું ટેકવે છે અને માફી માંગે છે, તો બિશ્નોઈ સમુદાય તેના 29 નિયમો હેઠળ તેને માફ કરશે. '

https://www.instagram.com/p/C66yOF_SM-Z/

તમને જણાવી દઈએ કે 'મુક્તિધામ મુકામ મંદિર'નું બિશ્નોઈ સમુદાય માટે ઘણું મહત્વ છે. એટલા માટે આ મંદિરને બિશ્નોઈ સમુદાયનું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર નોખા તહસીલના મુકામ ગામમાં છે. તે નોખાથી લગભગ 16 કિલોમીટર અને બિકાનેર જિલ્લા મુખ્યાલયથી 63 કિલોમીટર દૂર છે.

Advertisment

આ પણ વાંચો: સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડ સોમી અલીનો લોરેન્સ બિશ્નોઈને સીધો મેસેજ, ભાઈ મારે તમારી સાથે…

લોરેન્સ બિશ્નોઈને સલમાન સાથે કેમ છે દુશ્મની?

તમને જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 1998 દરમિયાન બની હતી જ્યારે જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સલમાન ખાન પર આરોપ હતો કે તે તેના સહ કલાકારો સાથે ભવાદ ગામમાં કાળા હરણનો શિકાર કરવા ગયો હતો. બિશ્નોઈ સમુદાય માટે કાળા હરણનું વિશેષ મહત્વ છે કારણ કે તેની પૂજા કરવામાં આવે છે. આ જ કારણ છે કે લોરેન્સ સલમાનને મારવા માંગે છે.

સલમાન ખાન ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities દેશ મનોરંજન ન્યૂઝ