Maharashtra Bitcoin Scam: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યની 288 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે પરંતુ બીજેપી એ વોટિંગના એક દિવસ પહેલા એનસીપી (શરદચંદ્ર પવાર) સાંસદ સુપ્રિયા સુલે અને કોંગ્રેસ નેતા નાના પટોલે પર બિટકોઈન કૌંભાંડનો આરોપ લગાવ્યો છે. આ મામલે પૂણેના પૂર્વ પોલીસ અધિકારીએ બંને નેતાઓ પર વિદેશી કરન્સીનો ઉપીયોગ કરવા માટે બિટકોઈનનો ઉપીયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે.
બીજેપી દ્વારા લગાવેલા આરોપોને લઈ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કથિત રીતે સુપ્રિયા સુલેનો અવાજ આવી રહ્યો છે. જોકે આજે બારામતીમાં મતદાન કર્યા બાદ સુપ્રિયા સુલેએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજેપીના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મંગળવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આરોપોને લગાવ્યા અને કથિત પૂરાવા તરીકે કેટલાક કોલ રેકોર્ડિંગ અને વોટ્ટસ એપ ચેટના સ્ક્રિનશોટ પણ દેખાડ્યા હતા.
સુપ્રિયા સુલેએ તમામ આરોપો ફગાવ્યા
બીજેપી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પર બારામતી લોકસભા સાંસદ સુપ્રિયા સુલેનું કહેવું છે કે, આ તમામ આરોપો ખોટા છે અને તે આ મામલાને લઈ બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદી વિરૂદ્ધ કોર્ટમાં જશે. સુપ્રિયા સુલેએ કહ્યું કે, મે સુધાંશુ ત્રિવેદીના તમામ 5 સવાલોના જવાબ આપ્યા છે. આ ખોટી વાત કોઈ ફેલાવી રહ્યું છે. મેં સાયબર ક્રાઈમમા આ વિશે ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ભાજપ નેતા વિનોદ તાવડેનો કથિત પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થતા રાજનીતિક બબાલ
સુપ્રિયા સુલેએ બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદી પર પણ મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, સુધાંશુ ત્રિવેદી જ્યારે ઇચ્છે ત્યારે તેમની પસંદની જગ્યાએ , તેમની પસંદના મંચ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છું, આજે સવારે મેં તેમને માનહાનિની નોટિસ મોકલી છે.
બીજેપીએ લગાવ્યા ચૂંટણી પ્રભાવિત કરવાના આરોપ
તમને જણાવી દઈએ કે, પૂણેના પૂર્વ પોલીસ અધિકારી રવીંદ્ર પાટિલ દ્વારા સુપ્રિયા સુલે અને નાના પટોલે પર આરોપ લગાવ્યા હતા. જેના પછી બીજેપીએ પણ આ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ. બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદીએ મંગળવારની રાત્રે કોંફ્રેસ કરીને નાના પટોલે અને સુપ્રિયા સુલે પર આરોપ લગાવ્યા હતા.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સુપ્રિયા સુલે અને નાના પટોલે એ વિદેશી ચલણનો ઉપીયોગ કરી ચૂંટણી અને મતદાનને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. તેમણે માંગ કરી કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે.
બીજેપી નેતાએ આ સવાલો ઉઠાવ્યા
- પ્રથમ- શું તમે બિટકોઈનમાં બિઝનેસ કર્યો છે?
- બીજો- શું ડિલરે ગૌરવ મેહતા અને અમિતાભ ગુપ્તા સાથેસ સંપર્ક કર્યો છે?
- ત્રીજો- શું આ વોટ્ટસ એપ ચેટ તમારી છે?
- ચોથો- જો આ ચેટ તમારી છે તો તમે કયા વિષયમાં વાત કરી રહ્યા છો?
- પાંચમો- આ કોલ રેકોર્ડિંગમાં તમારો અવાજ છે?
સુપ્રિયા સુલેએ બીજેપીના આરોપોને ફગાવ્યા
સુપ્રિયા સુલેએ બીજેપીની પ્રેસ કોન્ફરન્સ બાદ પાર્ટીના તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા કહ્યું કે, બીજેપીના સુધાંશુ ત્રિવેદી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે પરંતુ હું આશ્ચર્યચકિત છું કારણ કે આવા આરોપો મતદાનની પૂર્વ સંધ્યાએ લગાવવામાં આવે છે. બીજેપી દ્વારા હંમેશા આ પ્રકારે ખોટી જાણકારી ફેલાવવાની કોશિશ કરવામા આવે છે.
સુપ્રિયા સુલેએ કહ્યું કે હું તેમના આરોપીને અવગણીને તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવા જઈ રહી છું. મારા વકીલ તેમના વિરૂદ્ધ ગુનાહીત અને દીવાની માનહાનીનો મામલો દાખલ કરશે. અમે તેમને આવી નોટિસ ફટકારીશું.





