ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અજનર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આરી ગામની પોલીસે સોમવારે રાત્રે એક ખેતરના કૂવામાંથી ત્રણ સગીર બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્રણેય બહેનો સોમવાર સાંજથી ગુમ હતી.
અજનર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સત્યપાલ સિંહ યાદવે જણાવ્યું હતું કે રમ્મુ આહિરવારની ત્રણ પુત્રીઓ, રુચિ (7), પુષ્પા (5) અને દીક્ષા (3) ના મૃતદેહ આરી ગામની વસાહતથી થોડે દૂર લાલૌની રોડ પર તિજવા આહિરવારના ખેતરમાં એક જર્જરિત કૂવામાંથી મળી આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર મગરનું રેસ્ક્યૂ, મસમોટા મગરને ઊંચકવા ક્રેન બોલાવવી પડી
એસએચઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય બહેનો રમતી વખતે કૂવાની નજીક ગઈ હશે અને લપસીને તેમાં પડી ગઈ હશે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિક્ષક પ્રબલ પ્રતાપ સિંહ, અધિક પોલીસ અધિક્ષક વંદના સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરવામાં આવી છે.





