Budget 2025: બજેટ 2025 માં ટૂરિઝમ સેક્ટર માટે કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં સૌથી પહેલા ભારતના ટોપ 50 ટૂરિસ્ટ પ્લેસ (Top 50 Tourist Place)ની વાત કરવામાં આી છે. પર્યટણના માધ્યમથી રોજગાર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2025-26 એ અર્થવ્યવસ્થામાં ક્ષેત્રના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ઘણી રીતે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સરકાર, રાજ્ય સકારોના સહયોગથી દેશના ખાસ 50 પર્યટણ સ્થળોને વિકસિત કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરશે.
ભારતના ટોપ 50 ટૂરિસ્ટ શ્રેષ્ઠ બનાવાશે
બજેટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ટોપ 50 ટૂરિસ્ટ પ્લેસ પર પહોંચવું સરળ બનાવાશે એટલે કે ત્યાં લોકો સરળતાથી પહોંચી શક્શે અને ફરવા જઈ શક્શે. આ માટે સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને કાર્યક્ષમ ગંતવ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે રાજ્યોને કામગીરી-સંલગ્ન પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે. વધુમાં પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, હોમ સ્ટે ઓપરેટરોને ટેકો આપવા માટે મુદ્રા લોન આપવામાં આવશે.
આ પણ વાંચો: 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં… દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીનો સૌથી મોટો દાવ?
બજેટમાં ભગવાન બુદ્ધના જીવન અને સમય સાથે સંબંધિત સ્થળો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે. જેમ કે
- મહાબોધિ મંદિર (Maha Bodhi Temple)
- રાજગીર (Rajgir)
- નાલંદા (Nalanda
- વારાણસી (Varanasi)
- સારનાથ (Sarnath)
- કુશીનગર (Kushinagar)
- લુમ્બિની (Lumbini)
- શ્રાવસ્તી (Shravasti)
- આગ્રા (Agra)
- રુમટેક ધર્મ ચક્ર સેન્ટર (Rumtek Dharma Chakra Centre)
- ધમેક સ્તૂપ, સારનાથ (Dhamek Stupa, Sarnath)
તબીબી પ્રવાસન
વધુમાં ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી દ્વારા તબીબી પર્યટન અને ‘હીલ ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ભારતને આરોગ્યસંભાળ અને સુખાકારી માટે વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. તો આ પ્રવાસન ક્ષેત્ર માટે મોટા બજેટની જાહેરાતો હતી.





