નાણામંત્રી નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિકોને એક અદ્ભુત ભેટ આપી છે. નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા સીધી બમણી કરીને વધારવાની જાહેરાત કરી છે. આ પછી તેમના માટે કર મુક્તિ મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે, જે પહેલા 50,000 રૂપિયા હતી.
મોદી 3.0 ના પહેલા પૂર્ણ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. આ દરમિયાન બજેટમાં સિનિયર સિટીઝનને પણ મોટી રાહત આપવામાં આવી છે. ટીડીએસની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યાં જ ભાડા પર વાર્ષિક ટીડીએસ મર્યાદા 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને NSC પર રાહત આપવામાં આવી છે. ઓગસ્ટ 2024 પછી પૈસા ઉપાડવા પર કર મુક્તિ આપવામાં આવી છે.
ગત 2023-24 બજેટમાં સિનિયન સિટીઝનને શું મળ્યું હતું?
ગત બજેટ (2023-24) માં વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનાઓની થાપણ મર્યાદા વધારવામાં આવી હતી. આ યોજનાની મહત્તમ થાપણ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ગયા વખતે માસિક આવક ખાતા યોજનાની જમા મર્યાદા પણ વધારવામાં આવી હતી.
આ પણ વાંચો: આ વખતે બજેટમાં શું સસ્તું અને શું મોંઘુ? જુઓ સંપૂર્ણ લિસ્ટ
વ્યક્તિગત ખાતાઓ માટે મહત્તમ જમા મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતાઓ માટે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી હતી





