/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-health-care-2026-02-01-14-33-10.jpg)
Jamnagar WHO Centre Announcement In Budget 2026 : બજેટ 2026માં જામનગરમાં WHO મેડિકલ સેન્ટર સ્થાપવાની ઘોષણા થઇ છે. Photograph: (Freepik)
Budget 2026 Announcement: બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ જામનગર માટે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. બજેટ 2026માં સીતારમણ આયુર્વેદ અને પરંપરાગત દવા પદ્ધતિ પર મોટી જાહેરાત કરી છે. આ ઘોષણાનો ઉદ્દેશ્ય દેશમાં સ્વાસ્થ્ય સેવાને મજબૂત કરવાની સાથે સાથે ખેડૂતો, સંશોધકો અને ભારતની પ્રાચીન પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે લઇ જવાનો છે. બજેટ ભાષણમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આયુર્વેદ ભારતની સાંસ્કૃતિક વિરાસત જ નથી પરંતુ ભવિષ્યની આર્થિક અને સ્વાસ્થ્ય શક્તિ બની શકે છે.
જામનગરનું WHO ગ્લોબલ મેડિકલ સેન્ટર સ્થપાશે
બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ જામનગરમાં WHO ગ્લોબલ મેડિકલ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરી છે. જામનગરમાં WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરમાં વિશ્વ કક્ષાની મેડિકલ સુવિધાઓ ઉભી કરાશે. અહીં દવાઓનું સંશોધન અને બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. તેનાથી ભારતમાં મેડિકલ ટુરિઝમ સેક્ટનરે વેગ પ્રોત્સાહન મળશે. ફાર્મા એજ્યુકેશન માટે જામગનરમાં NIPER (નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ) સંસ્થા આપવાની જાહેરાત થઇ છે.
3 ના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા સ્થપાશે
બજેટ 2026માં ત્રણ નવા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા સ્થાપવાની ઘોષણા થઇ છે. આ સંસ્થાઓથી આયુર્વેદ શિક્ષણ, તાલીમ અને સંશોધનને નવી દિશા મળશે. તેઓ મોર્ડન સાયન્સ સાથે પરંપરાગત જ્ઞાનને જોડાશે, જેનાથી આયુર્વેદને વધુ પ્રામાણિક અને અસરકારક બનાવી શકાશે. દેશમાં કુશળ વૈદ્ય, સંશોધકો અને હેલ્થ પ્રોફેશનલ્સની સંખ્યા વધશે.
આ પણ વાંચો | બજેટ 2026 : કઇ વસ્તુઓ થશે સસ્તી અને કઇ વસ્તુઓ થશે મોંઘી, ચેક કરો લિસ્ટ
નાણામંત્રી સીતરમણે બજેટ 2026માં ભારતને વિશ્વ સ્તરનું બાયો ફાર્મા હબ બનાવવા માટે આગામી 5 વર્ષમાં 10,000 કરોડની બજેટ ફાળવણી સાથે નવી યોજના શરૂ કરવાની ઘોષણા કરી છે. તેનાથી દેશમાં કેન્સર, ડાયાબિટીસ, ઓટો ઇમ્યુન બીમારીની સારવારમાં વપરાતી મોંઘી દવાઓ સસ્તી થશે. હેલ્થકેર સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 1 લાખ સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ અને 1.5 લાખ કેર ગિવર્સ તૈયાર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us