દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ શુક્રવારે ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં માથું ટેક્યું અને પૂજા અર્ચના કરી. બદ્રીનાથ ભગવાન વિષ્ણુના 108 દિવ્ય અવારોમાંનું એક છે અને વૈષ્ણવો માટે એક પવિત્ર તીર્થસ્થાન છે. તાજેતરમાં જ પ્રકાશિત હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર મુકેશ અંબાણી ફરી એકવાર સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, અગાઉ 24 સપ્ટેમ્બરના રોજ અંબાણી પરિવારના નવરાત્રી ઉજવણીની શરૂઆત દેવી દુર્ગાની આરતીથી કરી હતી, જે નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, શ્લોકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટ અને અંબાણી પરિવારના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ ઉજવણી ભક્તિ, પરંપરા અને એકતાના ભાવનાત્મક પ્રદર્શનથી ભરેલી હતી.
મુકેશ અંબાણી ફરી નંબર 1 સ્થાન પર છે
તાજેતરમાં જાહેર કરાયેલ M3M હુરન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક લોકોની રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે, અને ફરી એકવાર નંબર 1 સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર કેમ ના મળ્યો? પસંદગી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કારણ
મુકેશ અંબાણીની નેટવર્થ કેટલી છે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ નેટવર્થ ₹9.55 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ નેટવર્થ સાથે તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ₹8.15 લાખ કરોડની નેટવર્થ સાથે બીજા સ્થાને છે અને રોશની નાદર મલ્હોત્રા ₹2.84 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
અબજોપતિઓની યાદીમાં સતત વધારો
ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં હવે 350 થી વધુ અબજોપતિ છે. છેલ્લા 13 વર્ષમાં આ આંકડો 6 ગણાથી વધુ વધ્યો છે.