Bypoll Election Date: મુખ્ય ચૂંટણી આયોગ (EC)એ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, આ સાથે જ ચૂંટણી આયોગે દેશની 46 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા વિધાનસભા બેઠક સામેલ છે ત્યાં જ વાયનાડની લોકસભા સીટ પર પણ ચૂંટણી આયોગે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
વિધાનસભા ચૂંટણી સિવાય વિભિન્ન રાજ્યોની 46 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ વાયનાડ અને બસીરહાટ લોકસભા સીટો માટે પણ પેટા ચૂંટણી યોજાશે. વાયનાડ સીટ અમેઠીમાં પોતાની સીટ બચાવનારા સાંસદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડ છે. તૃણમૂલ સાંસદ શેખ ઈસ્લામના નિધનના કારણે બસીરહાટ લોકસભા સીટ પર ચૂંટણી કરવી આવશ્યક છે.
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકના વિજેતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પરથી જીત મેળવી સાંસદ બન્યા છે અને તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું છે. જેથી વાવની સીટ ખાલી પડી છે. હવે 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે તેનું પરિણામ આવશે.
યુપી, ઉત્તરાખંડ અને વાયનાડમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે. યુપીની 9 બેઠકો, વાયનાડની 1 લોકસભા બેઠક અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. યુપી અને વાયનાડમાં 13 નવેમ્બરે જ્યારે કેદારનાથમાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે.
મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત
મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જયારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બન્ને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાન સભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે.
46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જોકે કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. આ ઉપરાંત 20 નવેમ્બરે લોકસભાની 2 બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે. આ બે લોકસભા બેઠકોમાં કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદે સામેલ છે.





