EVM Verification: EVM તપાસની માંગ, અજિત પવાર વિરૂદ્ધ ચૂંટણી લડનારા ઉમેદવારે EC ને આપ્યા 9 લાખ રૂપિયા

EVM Verification Ajit Pawar: અજિત પવાર સામે ચૂંટણી લડનાર પવાર જૂથના નેતા યુગેન્દ્ર યાદવે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે 19 ઈવીએમના માઈક્રો કંટ્રોલર્સની તપાસ થવી જોઈએ.

Written by Rakesh Parmar
December 01, 2024 18:16 IST
EVM Verification: EVM તપાસની માંગ, અજિત પવાર વિરૂદ્ધ ચૂંટણી લડનારા ઉમેદવારે EC ને આપ્યા 9 લાખ રૂપિયા
પવાર જૂથના નેતા યુગેન્દ્ર યાદવે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે 19 ઈવીએમના માઈક્રો કંટ્રોલર્સની તપાસ થવી જોઈએ. (તસવીર: Jansatta)

EVM Verification Ajit Pawar: આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિએ બે તૃતિયાંશથી વધુ બહુમતી મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. તે બહુમતીના કારણે વિપક્ષી છાવણીના ઘણા નેતાઓ નારાજ હોવાનું કહેવાય છે અને ઈવીએમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ શ્રેણીમાં અજિત પવાર સામે ચૂંટણી લડનાર પવાર જૂથના નેતા યુગેન્દ્ર યાદવે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે 19 ઈવીએમના માઈક્રો કંટ્રોલર્સની તપાસ થવી જોઈએ. તેમના વતી 8.96 લાખ રૂપિયા પણ ચૂંટણી પંચને ફી તરીકે આપવામાં આવ્યા છે.

હવે માહિતી માટે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ ઈવીએમની ચકાસણી કરાવવા ઈચ્છે તો ચૂંટણી પરિણામના સાત દિવસની અંદર અરજી સબમિટ કરવાની હોય છે. આ કારણોસર સમગ્ર જિલ્લામાંથી ઘણા ઉમેદવારોએ 137 ઇવીએમના માઇક્રોકન્ટ્રોલરના પરીક્ષણ માટે અરજીઓ દાખલ કરી હતી, એક જાણકારી અનુસાર સામૂહિક રીતે રૂ. 66.64 લાખ પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં મહિલા પત્રકાર પર ભારતની એજન્ટ અને શેખ હસીનાની સમર્થકના આરોપ બાદ ટોળાએ બંધક બનાવી

સમજવા જેવી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ કેટલીક માર્ગદર્શિકા નક્કી કરી છે. તે માર્ગદર્શિકા અનુસાર, જે ઉમેદવારો તેમના વિસ્તારમાં બીજા અથવા ત્રીજા સ્થાને છે તેઓ તેમના વિસ્તારમાં 5 ટકા EVM મશીનોના માઇક્રોકન્ટ્રોલરનું પરીક્ષણ કરાવી શકે છે. હવે આ કિસ્સામાં અજિત પવારે બારામતી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જંગી જીત નોંધાવી હતી. પવાર જૂથના નેતાએ તેમના પર સવાલો ઉઠવ્યા છે. હવે તેમની તપાસ બાદ ઈવીએમની ચકાસણી થશે પરંતુ શું તારણ નીકળે છે તે જોવું રસપ્રદ રહેશે.

જો કે એક તરફ ઈવીએમ તપાસને લઈને અટકળો ચાલી રહી છે તો બીજી તરફ મહાયુતિમાં સીએમ પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મોટી વાત એ છે કે જે રાજ્યોમાં ભાજપને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવામાં 72 કલાકથી વધુનો સમય લાગ્યો છે ત્યાં કાં તો મુખ્યમંત્રી બદલવામાં આવે છે અથવા નવા ચહેરા પર દાવ લગાવવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ