અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચાર્લી કિર્કનો હત્યારો પકડાઈ ગયો છે. તેમણે આ માહિતી ફોક્સ ન્યૂઝને આપી હતી. બુધવારે અમેરિકાના એક યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કિર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કિર્ક એક ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા.
ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે હત્યારાને તેના કોઈ સંબંધીએ પોલીસના હવાલે કર્યો હતોત. એફબીઆઈ એ ચાર્લી કિર્કના મોત મામલે એક શંકાસ્પદનો વીડિયો જારી કર્યો હતો. તપાસ કરી રહેલા ઓફિસરોએ કિર્કની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે. એફબીઆઈ એ જણાવ્યું કે, હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર એક હાઈ પાવર્ડ બોલ્ટ-એક્શન રાઈફલ છે.
ચાર્લી કિર્કની હત્યાના કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ઘણા કલાકોની પૂછપરછ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હત્યારાની શોધ કરી રહી હતી. ઉટાહ વેલી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ચાર્લી કિર્ક ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગળામાં ગોળી વાગી હતી. માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ કમલા હેરિસ, જો બિડેન અને બરાક ઓબામા પણ આ ઘટનાથી દુઃખી છે.
યુનિવર્સિટી ડિબેટ દરમિયાન આ ઘટના બની
વાયરલ વીડિયોમાં ટ્રમ્પની નજીક રહેતા ચાર્લી યુનિવર્સિટી ડિબેટ કરી રહ્યા હતા. પછી અચાનક ગોળીબારનો અવાજ સંભળાય છે અને ભીડ અહીં-ત્યાં દોડવા લાગે છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીયની હત્યા, આરોપીએ વોશિંગ મશીનનાં ઝઘડામાં પત્ની અને પુત્રની સામે ધડથી માથું અલગ કરી નાંખ્યું!
પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. તે હવે બંધ થવું જોઈએ. જીલ અને હું ચાર્લી કિર્કના પરિવાર અને પ્રિયજનો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ચાર્લી કિર્ક પર ગોળીબાર કરનાર વ્યક્તિનો ઈરાદો શું હતો તે હજુ સુધી અમને ખબર નથી પડી, પરંતુ આવી ઘૃણાસ્પદ હિંસા માટે આપણા લોકશાહીમાં કોઈ સ્થાન નથી. મિશેલ અને હું ચાર્લીના પરિવાર, ખાસ કરીને તેની પત્ની એરિકા અને તેમના બે નાના બાળકો માટે પ્રાર્થના કરીશું.





