/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Chile-Million-Dollar-Bankbook.jpg)
પિતાની જૂની બેંક પાસબુક મળતા દીકરો રાતોરાત બની ગયો કરોડપતિ (તસવીર:X)
Viral News: દરેકના ઘરમાં એક ઓરડો કે કબાટ એવું હોય છે જેમાં ઘરના જૂના કાગળો અને પસ્તીનો ભંડાર હોય છે. પરંતુ ઘણી વખત તેમાં તમારી કોઈ યાદભરી વસ્તુ અથવા કોઈ એવી વસ્તુ સામે આવી જાય છે જે તમારા માટે ખુબ જ કિંમતી હોય છે, પરંતુ શું તમને કોઈ જૂનો કાગળ કરોડપતિ બનાવી શકે? આવું ભાગ્યે જ બન્યુ હશે. પરંતુ આવી જ એક ઘટના એક માણસ પાસે બની છે અને તે કરોડપતિ બની ગયો. ખરેખરમાં તેને પોતાના પિતાની એંક બેંક પાસબુક મળી હતી.
જૂના કાગળોમાં મળી પાસબુક
આ મામલો ચિલી દેશનો છે, અહીં એક્સેક્કિએલ હિનોજોસા નામનો એક વ્યક્તિ પોતાના ઘરમાં પડેલા જૂના કાગળો એક દિવસ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેની નજર એક કાગળ પર પડી તો તેને તેમાં તપાસ શરૂ કરી દીધી અને પછી તેને જે જોવા મળ્યું તેને જોઈ તે દંગ રહી ગયો. ખરેખરમાં તે કોઈ કાગળ નહીં પરંતુ તેના પિતાની બેંક પાસબુક હતી તેને જોઈ તે ભાવુક થઈ ગયો. તેણે જણાવ્યું કે, તેના પિતાના નિધનના 10 વર્ષ બાદ તેને આ વિશે જાણકારી મળી.
કોઈને પણ તેના વિશે જાણકારી ન હતી
બેંકવાળાએ હિનોજોસાને જણાવ્યું કે તેના પિતાએ 1960-70 ના દાયકમાં પોતાની બેંકમાં લગભગ 1.4 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જેથી તેઓ એક ઘર ખરીદી શકે પરંતુ તે દરમિયાન તેમનું નિધન થઈ ગયું અને પરિવારના એક પણ સભ્યને તેના વિશે કોઈ જાણકારી ન હતી. પછી જ્યારે હિનોજોસાને ઘરની સફાઈ દરમિયાન 62 વર્ષ જૂની પાસબુક મળી. જોકે પાસબુક સાથે જોડાયેલ બેંક ઘણા સમય પહેલા બંધ થઈ ગઈ હતી. તો તેને લાગ્યું કે કોઈ ફાયદો થશે નહીં. પરંતુ તેની નજર પાસબુક પર લખેલા એક શબ્દ સ્ટેટ ગેરન્ટી પર ગઈ, જેનો મતલબ છે કે જો બેંક ડૂબે અથવા નુક્સાનમાં દાય તો સરકાર પૈસા ભરશે. તેના પછી હિનોજોસાને આશા જાગી કે સરકાર પાસેથી પૈસા મળી શકે છે.
આ પણ વાંચો: શું તમારા આધાર કાર્ડનો થઈ રહ્યો છે દુરુપયોગ? આ રીતે ચકાશો
સરકાર સામે કેસ લડ્યો પછી મળ્યા પૈસા
તેના પછી તેણે આ વિશે સરકારને જાણ કરી અને પોતાના પૈસા પરત માંગ્યા, પરંતુ સરકારે પહેલા ઈનકાર કરી દીધો. તેના પછી હિનોજોસાએ કાયદાકીય લડાઈ લડી, તેના પછી કોર્ટે હિનોજોસાના પક્ષામાં પોતાનો ફેંસલો સંભળાવ્યો અને સરકારને આદેશ આપ્યો કે તેને વ્યાજ સહિત પૈસા પરત કરે. પરિણામ સ્વરૂપ સરકારે બિનોજોસાને 1.2 મિલિયન ડોલર (જેની ભારતીય રૂપિયામાં કિંમત 10,27,79,580 છે) આપ્યા. જેના કારણે હિનોજોસા રાતોરાત કરોડપતિ બની ગયો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us