/indian-express-gujarati/media/media_files/2025/12/27/rahul-gandhi-mallikarjun-kharge-2025-12-27-19-36-17.jpg)
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે. Photograph: ((X/@RahulGandhi))
Congress launch MGNREGA Bachao protest : કોંગ્રેસે 5 જાન્યુઆરીથી 'મનરેગા બચાવો અભિયાન' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને 'વિકસિત ભારત-જી રામ જી અધિનિયમ' ને પાછી લેવા માટે લડત લડશે. શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં એવો નિશ્ચય લેવામાં આવ્યો હતો કે મનરેગા યોજનાને મુખ્ય મુદ્દો બનાવીને દેશભરમાં મોટું આંદોલન શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસ 5 જાન્યુઆરીથી 'મનરેગા બચાવો અભિયાન' શરૂ કરશે
કોંગ્રેસ 5 જાન્યુઆરીથી 'મનરેગા બચાવો અભિયાન' શરૂ કરશે. સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ શપથ લીધી હતી કે મનરેગાની કોઈપણ ભોગે રક્ષા કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું છે કે મનરેગા કોઈ યોજના નથી, તે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ કામ કરવાનો અધિકાર છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મનરેગા રદ થવાથી લોકો નારાજ છે, તેના પરિણામો સરકારે ભોગવવા પડશે. રાજ્યો પર વધારાના ખર્ચનો ભાર પડશે. આ પરામર્શ કર્યા વિના લેવામાં આવેલો એકપક્ષીય નિર્ણય છે. કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ કર્યો છે કે ગ્રામીણ મજૂરોના સન્માન, રોજગાર, વેતન અને સમયસર ચૂકવણીના અધિકાર માટે એકજૂથ થઈને સંઘર્ષ કરવામાં આવશે.
સંઘીય માળખા પર હુમલો : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ તેમના મંત્રીમંડળની સલાહ લીધા વિના અને આ મામલાનો અભ્યાસ કર્યા વિના એકલા એ જ તેને ખતમ કરી દીધો છે. તેમણે કહ્યું કે આ રાજ્યો અને ગરીબ લોકો પર વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલો એક વિનાશક હુમલો છે, ઠીક તેવી રીતે જેમ નોટબંધી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - RSS ની પ્રશંસા કેમ કરી રહ્યા છે દિગ્વિજય સિંહ, કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે?
રાહુલે કહ્યું કે મનરેગા રદ કરવું એ સંઘીય માળખા પર હુમલો છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે અમે એ પણ પ્રતિજ્ઞા લઈએ છીએ કે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ મિટાવવા અને મજૂરોના અધિકારોને દાનમાં બદલવાની કરવાના કોઈપણ ષડયંત્રનો લોકતાંત્રિક રીતે વિરોધ કરીશું.
સંસદે 18 ડિસેમ્બરે વિપક્ષના હોબાળો વચ્ચે 'વિકસિત ભારત-જી રામજી બિલ, 2025'ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ હવે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તે 20 વર્ષ જૂની મનરેગાનું સ્થાન લેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us