VIDEO: ભંડારામાં દાળ બનાવવા માટે JCB મશીનનો ઉપયોગ, વાયરલ વીડિયો જોઈ માથું ખંજવાળશો

Viral Video: દાળ બનાવવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો દંગ રહી ગયા છે.

Written by Rakesh Parmar
September 19, 2025 21:33 IST
VIDEO: ભંડારામાં દાળ બનાવવા માટે JCB મશીનનો ઉપયોગ, વાયરલ વીડિયો જોઈ માથું ખંજવાળશો
દાળ બનાવવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

Viral Video: દાળ બનાવવા માટે JCB મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો દંગ રહી ગયા છે. તેઓ કહે છે કે આવું ફક્ત ભારતમાં જ શક્ય છે. ઘણા લોકોએ સ્વચ્છતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર નીરજ નીરજ દ્વારા શેર કરાયેલ આ વાયરલ વીડિયોમાં રસોઈના મોટા ચમચા તરીરે એક ભારે-ડ્યુટી મશીન દાળ ભરેલા વિશાળ વાસણને હલાવતું દેખાય છે. JCB મશીન દાળ હલાવતું જોતા લોકોને ઘૃણા આવી ગઈ.

જોકે સોશિયલ મીડિયા યુઝર્સે તેને કોમેડી તરીકે લીધું, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. ઘણા યુઝર આ “નવી શોધ” થી સ્તબ્ધ થઈ ગયા, જ્યારે અન્ય લોકો આ બધાની વાહિયાતતા પર હસવાનું રોકી શક્યા નહીં. JCB ને માસ્ટર શેફ સાથે સરખાવતા મીમ્સનો પ્રવાહ સામે આવ્યો, જેમાં એક યુઝરે મજાક કરી, “આ જોરદાર જુગાડ છે.”

જોકે મજાક ઉપરાંત, લોકોએ સ્વચ્છતા અને સલામતીની ચિંતા વ્યક્ત કરી, પ્રશ્ન ઉઠાવ્યો કે શું ગંદકી ખોદવા માટે બનાવેલું મશીન ક્યારેય ખોરાકની નજીક આવવું જોઈએ. લોકોએ પોસ્ટ પર ભરપૂર ટિપ્પણીઓ કરી કે આ આખી પ્રક્રિયા કેટલી ખતરનાક છે અને તે દાળ ખાનારા લોકો માટે કેવી રીતે સમસ્યાઓ ઊભી કરી શકે છે. પોસ્ટ પરની પ્રતિક્રિયાઓમાં યુઝર્સે ટિપ્પણી કરી, “લોકો તેમની દાળમાં કળણના પાણીનો સ્વાદ ચાખશે,” જ્યારે બીજાએ કહ્યું, “આ ઘૃણાસ્પદ છે.”

આ પણ વાંચો: iPhone 16 સિરીઝ પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, iPhone 16 Pro સસ્તામાં મળશે

ઇન્સ્ટાગ્રામ યુઝરે બીજો એક વીડિયો પણ પોસ્ટ કર્યો, જેમાં JCB દ્વારા દાળ હલાવવામાં આવી રહી હતી અને રોટલીઓને મોટા ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી તે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને પણ સામેલ લોકો સામે પગલાં લેવા વિનંતી કરી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ