ભારતમાં મેરેજની સિઝન ચાલી રહી છે અને લગ્ન જેવા પ્રસંગોને યાદગાર બનાવવા માટે અવનવા પ્રયોગો અને યુક્તિ અજમાવવામાં આવી રહ્યા છે. આતિશબાજી, ડાન્સ-મ્યુઝિક તો હવે એકદમ સામાન્ય વાત બની ગઇ છે. હાલ સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નવદંપતિ સ્ટેજ પર સ્પાર્કલ ગનથી સ્ટંટ કરી રહ્યા છે, પણ સ્પાર્કલ ગનથી સ્ટંટ કરતી વખતે એક જોખમી દુર્ઘટના બને છે જેમાં દુલ્હનનો જીવ માંડ-માંડ બચે છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
દુલ્હનને સ્પાર્કલ ગનથી સ્ટંટ કરવું ભારે પડ્યું, માંડ-માંડ જીવ બચ્યો
વાયરલ વીડિયોમાં એક મેરેજ ફંક્શનમાં નવદંપતિ સ્ટેજ પર સ્પાર્કલ ગન લઇને ઉભેલા દેખાય છે. સામેથી સંકેત મળતા બંને સ્પાર્કલ ગનનું ટ્રીગર દબાવતા તેમાંથી બેક ફાયર થાય છે. તે ક્ષણે સ્પાર્કલ ગનમાંથી બ્લાસ્ટ થતા દુલ્હનનો જીવ જોખમમાં મુકાય છે. જો કે સદનસીબે દુલ્હને ત્વરીત સતર્કતા દાખવી ગન ફેંકી દીધી અને પોતાનો ચહેરો બચાવી લે છે.
એવું કહેવાય છે કે, સ્પાર્કલ ગનના સ્ટંટનો આ વીડિયો મહારાષ્ટ્રનો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. કેટલાંક યુઝર્સે સ્પાર્કલ ગનની દુર્ઘટનાને ‘બેડ લક’ ગણાવી છે, કેટલાંકે આ ઘટનાને લઇ દુલ્હા-દુલ્હનની ટીકા કરી છે. વીડિયો શેર કરીને @TheViditsharma યુઝરે લખ્યું છે કે, ‘લોકો પોતાના સૌથી મહત્વપૂર્ણ દિવસોને કેમ બગાડે છે.’ આ વાયરલ વીડિયો પર ઘણા બધા યુઝરો જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝર્સે વીડિયો શેર કરતા લખ્યું છે કે, શું આપણે આ બધુ કરવાની જરૂરી છે ખરી, આ બહુ ખરાબ છે. @megirish2001 યુઝર્સે લખ્યું કે આશા છે વધારે ઇજા નહીં થઇ હોય. સરળ પરંપરાગત લગ્ન હંમેશા સુંદર હોય છે. @farhad_tarapore યુઝર લખે છે કે લોકો ઇન્સ્ટા અને ફેસબુક પર વધારે લાઇક મેળવવા માટે કેટલી હદ સુધી જઇ શકે છે. આજકાલ આવા પ્રકારની ઘણી બધી ઘટનાઓ થઇ રહી છે.
@Shandilyanaveen યુઝર લખે છે કે લગ્ન પરંપરાગત રીતે જ થવા જોઇએ. આવા પ્રકારના મેરેજ મોટાભાગે વેડિંગ પ્લાનર્સ, ફોટોગ્રાફી પ્લાનર્સ પ્રમોશન અને વાયરલ કરવા માટે પ્લાન કરવામાં આવે છે. મેરેજમાં કરવામાં આવતા આવા જોખમ સ્ટંટ કોઇને પણ નુકસાન પહોંચાડી શકે છે. @lcy_Qn યુઝરે લખ્યુ કે આપણી પરંપરા સુંદર અને સાર્થક છે, જો લોકો સમજે તો. પરંતુ ‘કંઇક નવું કરવાની’ ફિરાકમાં લોકો આવા જોખમી સ્ટંટ કરતા હોય છે.