Viral Video: ‘અમર રહીશ તું… હાં બોલ… અમર રહીશ તું’ માત્ર આટલું બોલીને એક કળિયુગી દીકરીએ પોતાની જ માતાને બચકા ભર્યા. જેના પછી તે માતા જોરજોરથી રડવા લાગી અને પોતાની જ દીકરી પાસે રહેમની ભીખ માંગવા લાગી. પરંતુ એ ક્રૂર દીકરીને પોતાની માતા પર દયા ન આવી અને તેના પછી તે તેમને થપ્પડો મારવા લાગી. આ આખી ઘટના એક વીડિયોમાં રેકોર્ડ થઈ છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ભયાનક વીડિયો હરિયાણાનો છે. આ વીડિયોને જોઈ સોશિયલ મીડિયામાં લોકો તેને ક્રૂર અને નિર્દયી દીકરી વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
માતા બૂમો પાડતી રહી
આ વીડિયોમાં એક પુત્રી પોતાની જ માતાને માર મારતી અને બચકા ભરતી નજર આવી રહી છે. ત્યાં જ તે દુખીયારી માતા રડી રહી છે અને બૂમો પાડી રહી છે. વીડિયોમાં માતા અને દીકરી એક પલંગ પર બેસેલા દેખાય છે. માતાની આંખોમાં આંસૂ છે અને તે દુખાવાથી પીડાઈ રહી છે. ત્યાં જ તેમની દીકરી માતાના વાળ પકડીને તેમને વારંવાર લાફા મારી રહી છે. આ વીડિયોમાં દીકરી ન માત્ર પોતાની માતાને મારી રહી છે પરંતુ પોતાની જ માતાને બચકા પણ ભરી રહી છે. આ દરમિયાન માતા બૂમો પાડે છે અને પોતાને બચાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ કળિયુગી દીકરી પર તેની કોઈ અસર થતી નથી. તે રોકાયા વિના પોતાની માતાને સતત મારી રહી છે.
દીકરી માટે સખત સજાની માંગ
વીડિયોમાં જ્યાં માતા પલંગમાંથી ઉતરીને પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે દીકરી પોતાની માતાનો પીછો કરે છે અને પછી ફરીથી મારવાનું શરૂ કરી દે છે. આ વીડિયોમાં દીકરીએ પોતાની માતા સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. આ વીડીયો જોયા બાદ દરેક વ્યક્તિ દંગ રહી ગઈ અને દીકરીની આ હેવાનિયત પર તેને કડક સજાની માંગ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં કોમેન્ટમાં ઘણા યુઝર્સ દીકરી માટે સખત સજાની માંગ કરી રહ્યા છે.
આ વીડિયોને @DeepikaBhardwaj નામના X હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જોતજાતમા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ ગયો છે.