Symptoms of dehydration: શિયાળાની ઋતુમાં આપણી ખાવા- પીવાની આદત બદલાય જાય છે. આ ઋતુમાં તરસ ઓછી લાગે છે અને લીકવીડ ડાયટ પર ઓછું ધ્યાન આપણે આપતા હોઈએ છીએ. શિયાળામાં તરસ ઓછી લાગવાનો અર્થ એવો નથી કે શરીરને પાણીની જરૂર નથી. આ ઋતુમાં પાણી ઓછું પીવાથી શરીરમાં ડીહાઇડ્રેશનની મુશ્કેલી ઉભી થાય છે. શિયાળાની ઋતુમાં પાણીની શરીરમાં અછત થતા ઘણી બીમારીઓનું જોખમ વધે છે.
ન્યુ હેમ્પશાયર વિશ્વવિદ્યાલય (University of New Hampshire) ના એક રિસર્ચમાં સમયે આવ્યું છે કે શિયાળામાં ડીહાઇડ્રેશનની સંભાવના વધી જાય છે. કેમ કે આ ઋતુમાં તાપમાનનો પારો ગગડી જાય છે અને લોકોને તરસ લગતી નથી અને લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ભૂલી જાય છે. આપણે શિયાળામાં નીચા તાપમાનને લીધે હેવી કપડાં પહેરીએ છીએ તેના લીધે શરીરને વધારે મહેનત કરવી પડે છે, અને ઠંડી, ડ્રાય એયરમાં પરસેવો જલ્દી બાષ્પીભવન થઇ જાય છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના: માળખું અને શું છે તેના ઉદ્દેશ્યો
પાણી ઓછું પીવાથી કબજિયાત, એસિડિટીની પ્રોબ્લેમ વધી શકે છે. આ ઋતુમાં સ્કિન પણ ડ્રાય વધારે રહે છે અને સ્કિનની પ્રોબ્લેમ વધી શકે છે. પાણી ઓછું પીવાથી શરીરમાં એલેકટ્રોલાઇટનું સ્તર ઘણું ઓછું થઇ જાય છે. ન્યુટ્રિશનિસ્ટ નીલાક્ષી તનીમા મુજબ ઘણીવાર લોકોની ધારણા હોય છે કે શરીરમાં ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમ માત્ર ગરમીમાં થાય છે પરંતુ એવું નથી. શિયાળાની ઋતુમાં પણ આ પ્રોબ્લેમ રહે છે. શરીરમાં પાણીની અછતના કારણે શરીરમાં તેના લક્ષણ દેખાવા લાગે છે. આવો જાણીએ શું છે લક્ષણો,
સ્કિન ડ્રાય થઇ જવી:
શિયાળામાં શરીરમાં પાણીની કમીને કારણે સ્કિન ડ્રાય થઇ જાય છે અને ઘણીવાર એટલી ડ્રાય થઇ જાય છે કે સ્કિન પરથી લોહી નીકળવા લાગે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ મામૂલી ડીહાઇડ્રેશન પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં, યાદ શક્તિ ઓછી કરવામાં અને મૂડ ખરાબ કરવા માટે જવાબદાર છે. જે લોકો લાંબા સમય સુધી પાણી પીતા નથી તેઓને શિયાળામાં કિડની બીમારી, કિડનીની પથરી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનું જોખમ રહે છે.
આ પણ વાંચો: Orange Peel Tea: કબજિયાત- એસિડિટીથી છુટકારો મેળવવા માંગો છો? સવારે આ છાલની ચાનું કરો સેવન
ડાર્ક કલરનું યુરિન
શિયાળામાં પાણી ઓછું પીવાથી યુરિન સંબંધિત મુશ્કેલીઓનું જોખમ રહે છે. શિયાળામાં જો યેલો કલરનું યુરિન આવે છે તો સમજવું કે શરીરમાં પાણીની અછત છે. શિયાળામાં જો વધારે પાણી પીવામાં આવે તો થોડુ ડાર્ક કલરનું યુરિન આવે છે અને યુરિનમાં દુર્ગંધ પણ ઓછી આવે છે.
મોં સુકાઈ જવું (Dry mouth):
જો શિયાળામાં મોં વધારે સુકાઈ જાય છે તો સમજો કે શરીરમાં પાણીની કમી છે. મોં સુકાઈ જવું એ વાતનો પુરાવો છે કે સેલિવરી ગ્લેન્ડ પૂરતા પ્રમાણમાં સ્લાઈવાનું ઉત્પાદન કરી રહી નથી.
માથું દુખવું:
ડીહાઇડ્રેશનના કારણે માથાનો દુખાવો ત્યારે થાય છે જયારે મગજ પાણીની કમીના લીધે અસ્થાઈ રૂપથી સંકોચાઈ જાય છે, જેના લીધે માથું દુખાઈ છે. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ ડિહાડ્રેશન વિચારવાની, સમજવાની અને મગજને કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. શિયાળામાં પાણીની કમીથી માથું દુખવાનું એક મોટું કારણ બને છે.