મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરએ સોમવારે રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાનું અનાવરણ કર્યું હતું જે ગવર્મેન્ટ દ્વારા આત્મહત્યાની રોકથામ અને જાહેર આરોગ્યની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી શરૂ કરાયેલ પહેલી આત્મહત્યા નિવારણ વ્યૂહરચના છે.
શું છે રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના?
મંત્રાલયના મત મુજબ, આ નીતિ માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને આત્મહત્યાના વધતા કેસના રોકવા માટેની શરૂઆત છે.
આ વ્યૂહરચનાનો લક્ષ્ય, આત્મહત્યાના વધતા કેસોમાં વર્ષ 2023 સુધી 10% ઘટાડો કરવાનો છે.
ઉદ્દેશ્યો શું છે?
આ 3 વ્યૂરચનાના મુખ્ય ઉદ્દેશ્યો છે.
પહેલો, તે આગામી ત્રણ વર્ષમાં આત્મહત્યા માટે અસરકારક સર્વેલન્સ મિકેનિઝમ સ્થાપિત કરવા માંગે છે.
બીજો, આગામી 5 વર્ષમાં બધા જિલ્લાઓમાં મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા બધેજ માનસિક આઉટપેશન્ટ વિભાગો શરૂ કરશે જે આત્મહત્યા નિવારણની સેવાઓ પ્રદાન કરશે.
ત્રીજો, તેનો હેતુ આગામી આઠ વર્ષમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિક સુખાકારી અભ્યાસક્રમને એકીકૃત કરવાનો છે.
આ પણ વાંચો: આયુષ્યમાન ખુરાનાની Vertigo સામે લડાઈ, જાણો Vertigo ના લક્ષણો અને કારણો
અમલીકરણ માળખામાં હિતધારકો
રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાનું અમલીકરણ માળખું ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે જવાબદાર પાંચ મુખ્ય હિસ્સેદારોની કલ્પના કરી છે, આમાં રાષ્ટ્રીય-સ્તરના મંત્રી સ્તરના હિસ્સેદારો, રાજ્ય-સ્તરના સરકારી હિતધારકો, જિલ્લા-સ્તરના સરકારી હિતધારકો, NIMHANS-બેંગ્લોર અને અન્ય ટોચની માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓ અને વ્યૂહાત્મક સહયોગીઓનો સમાવેશ થાય છે.
અમલીકરણનું મેકેનિઝમ
- દેશમાં નેતૃત્વ, ભાગીદારી અને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત બનાવવી.
- આત્મહત્યા નિવારણ સેવાઓ પ્રદાન કરવા માટે આરોગ્ય સેવાઓની ક્ષમતા વધારવી.
- આત્મહત્યા નિવારણ માટે સામુદાયિક સ્થિતિસ્થાપકતા અને સામાજિક સમર્થનનો વિકાસ કરવો અને આત્મઘાતી વર્તણૂકો સાથે સંકળાયેલ કલંક ઘટાડવા.
આ પણ વાંચો: Hypersomnia: અતિ ઊંઘ બની શકે છે જીવલેણ, જાણો નિષ્ણાતો પાસેથી
ભારતમાં આત્મહત્યાનું વર્તમાન દ્રશ્ય
ઓગસ્ટમાં જાહેર થયેલ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના વાર્ષિક અહેવાલોના મત મુજબ, વર્ષ 2021 માં 1.64 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી આ આત્મહત્યાના કેસો જે વર્ષ 2020 ની સરખામણી 7.2% વધ્યા હતા. આ 2020 માં ભારતમાં કોવિડ મૃત્યુ (1.48 લાખ) કરતાં 10 ટકા વધુ છે, અને તે જ વર્ષમાં માતા મૃત્યુ (23,800) કરતાં 6.8 ગણું વધારે છે.
NCRB ના અહેવાલ મુજબ દર વર્ષે 1 લાખ થી પણ વધારે લોકો આત્મહત્યા કરે છે. વર્ષ 2021 માં ટોટલ 25,891 લોકોએ આત્મહત્યા દેશના 53 મેગા સિટીમાં કરી હતી ના અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ દિલ્હીમાં નોંધાયા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં આત્મહત્યાનો દર 1,00,000 વસ્તી દીઠ 10.2 થી વધીને 11.3 થયો છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા યુવાનો અને આધેડ વયના લોકો દ્વારા થાય છે,2020માં 65 ટકા આત્મહત્યાઓ 18-45 વર્ષની વય જૂથમાં નોંધાઈ છે.
ભારતમાં હાલ ચાલતી આત્મહત્યા નિવારણ પહેલ
રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિ (2014) માનસિક વિકૃતિઓનું નિવારણ, આત્મહત્યામાં ઘટાડો અને આત્મહત્યાના પ્રયાસને મુખ્ય પ્રાથમિકતાના ક્ષેત્રો તરીકે જુએ છે.
મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017માં કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. મે 2018 થી અમલમાં આવેલ આ અધિનિયમે આત્મહત્યાના પ્રયાસને અસરકારક રીતે ગુનાહિત ઠેરવ્યો હતો, જે ભારતીય દંડ સંહિતાની કલમ 309 હેઠળ સજાપાત્ર હતો. તે સુનિશ્ચિત કરે છે કે જે વ્યક્તિઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમને સરકાર તરફથી પુનર્વસનની તકો આપવામાં આવે છે.