અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં એક મીડિયા કોન્ક્લેવમાં વર્ટીગો બીમારીથી પોતે પીડિત છે તેવો ખુલાસો કર્યો હતો, પરદા પર ફિટ અને હેલ્થી દેખાતા અભિનેતાએ કહ્યું કે 6 વર્ષ પહેલા તેમની ફિલ્મમાં તેમને ઊંચાઈ પરથી કૂદવાનું કીધું હતું જેમાં તેને ચક્કર આવી ગયા હતા. વર્ટીગોના કારણથી તેને આજે પણ ઘણા સીન કરવામાં મુશ્કેલી થાય છે. અભિનેતાએ સાહિત્ય આજતક (Sahitya Aaj Tak 2022) ના મંચ પર પોતાની બીમારીમાંથી બહાર આવવાના નુસખા શેયર કર્યા હતા.
તેમણે કહ્યું કે આ બીમારીમાં દવાનું મુખ્ય રોલ છે, આયુષ્માનએ ખુલાસો કર્યો કે તે જે વ્યવસાયમાં છે તેમાં સ્ક્રિપ્ટ કંઈપણ માંગ કરી શકે છે, એવી સ્થિતિમાં મારે ઠીક કરવું ખુબજ જરૂરી છે.આવો જાણીએ કે આયુષ્માન ખુરાના જે બીમારીથી પીડાય છે તેના લક્ષણો અને કારણો શું છે?
Vertigo શું છે ?
વર્ટીગો એક એવી બીમારી છે જેમાં દર્દીને અચાનક ચાલતા-ચાલતા ચક્કર આવવા લાગે છે અને માથું ફરતું હોઈ તેવું લાગે છે. આ બીમારીમાં માણસ સીધા ઉભા થાય તો માથું ફરવા લાગે છે અને બોડીનુ સંતુલન ખોરવાય છે. જયારે વર્ટીગો અટેક આવે છે તો આખી દુનિયા ફરતી હોઈ તેવું લાગે છે. પારસ હોસ્પિટલ, ગુરુગ્રામના ઇન્ટર્નલ મેડિસિન ડો. સંજય ગુપ્તા અનુસાર, વર્ટીગો એક સ્થિતિ નહિ પરંતુ એક લક્ષણ છે, આ એક એવી અનુભૂતિ છે જેમાં તમે એવું અનુભવ કરો છો કે તમારી આસ-પાસનો રૂમ ફરી રહ્યો છે. તમે અસ્થિર અનુભવ કરો છો.
ઘણીવાર એવું લાગે છે કે તમે નીચે પડી રહ્યા છો, ક્યારેક- ક્યારેક લક્ષણ એટલા ગંભીર થઈ જાય છે કે તમારે રોજિંદા કામ કરવું પણ તમારી માટે મુશ્કેલ થઇ જાય છે. વિશેષજ્ઞએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે આ બીમારીમાં બિનાઈન પેરોક્ષિમલ વર્ટીગો કે પોઝિશનલ વર્ટીગો શામેલ છે.
આ પણ વાંચો: Kidney Stone: કિડની સ્ટોનથી પીડાવ છો તો આ 5 વસ્તુનું કરવું સેવન, દર્દીને મળી શકે છે રાહત
વર્ટીગોના લક્ષણો:
ડો. ગુપ્તા અનુસાર વર્ટીગોન ઘણા લક્ષણો છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે, આ બીમારીમાં માણસ શરીરને કાબુ કરી શકતો નથી તેનું શરીર પરથી સંતુલન ખોરવાય છે. માથાનો દુખાવો, ચક્કર આવવવા, બહેરાશ, આંખોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, કાનમાં ઘંટી વાગતી હોઈ તેવું લાગવું,ઉબકા અને શરીરમાં પાણીની ઉણપ રહેવી સામેલ છે.
વર્ટીગો બીમારીના કારણો:
સેરીબેલમના ટ્યુમર વાળા દર્દીઓમાં સેરેબલર વર્ટીગો (Cerebellar vertigo) ની પ્રોબ્લેમ હોવી સામાન્ય બાબત છે. કાનના રોગ પણ ખુબજ ગંભીર રોગનું કારણ બને છે. ડો. ગુપ્તાએ કહ્યું કે સેરેબેલર વર્ટીગો ખુબજ ગંભીર છે. મગજની સમસ્યા, કાનની સમસ્યા અને સર્વાઈકલ સ્પોન્ડીલિસિસ, મેનીયર્સ રોગ કે વેસ્ટિબ્યુલર ન્યુરિટીસ, માથું કે ગરદનમાં ઇજા, ઝટકો અને કાનને નુકસાન પહોંચાડતી દવાઓ વર્ટીગો થવાના મુખ્ય કારણ છે.
આ પણ વાંચો: Pneumonia Symptoms: વધારે તાવ અને શરદી તે ક્યાંક ન્યુમોનિયાના લક્ષણો તો નથીને? અહીં જાણો
વર્ટીગોના ઉપચાર :
વિશેષજ્ઞ અનુસાર, વર્ટીગોના ઉપચાર આ કારણે પણ નિર્ભર કરે છે. સર્વાઈકલ સ્પોડિલોસિસના કેસમાં, સર્વાઈકલ ફિજીયોથેરાપી અને કોલર ખુબજ મદદગાર હોય છે. કાનની સમસ્યા વાળા દર્દીઓમાં ઇએનટી અને પ્રબંધિત કરવામાં મદદ કરી શકે છે. સ્ટ્રોકના દર્દીઓમાં, ન્યુરોલોજિસ્ટ શામેલ હોય છે. આંખોની કોઈ પણ સમસ્યા થતા આંખોના વિષેયજ્ઞની મદદ લેવી જોઈએ. મેનિયર્સ રોગ કે વેસ્ટિબુલર ન્યુરિટ્સ માટે, એક ઇએનટીની સલાહ લેવી જોઈએ.