દિલ્હી બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો : અમિત શાહ

Delhi Red Fort blast : લાલ કિલ્લા વિસ્ફોટના એક મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે વિસ્ફોટમાં 40 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ ટન વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી

Delhi Red Fort blast : લાલ કિલ્લા વિસ્ફોટના એક મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે વિસ્ફોટમાં 40 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ ટન વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી

author-image
Ashish Goyal
New Update
Delhi Red Fort blast

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ કાર વિસ્ફોટ કર્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા Photograph: (એક્સપ્રેસ)

Delhi Red Fort blast : લાલ કિલ્લા વિસ્ફોટના એક મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે વિસ્ફોટમાં 40 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ ટન વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આયોજિત બે દિવસીય 'આતંકવાદ વિરોધી પરિષદ-2025'નું ઉદ્ઘાટન કર્યું હતું અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સના અભિગમ પર ભાર મૂક્યો હતો.

Advertisment

તેમણે કહ્યું કે દિલ્હી વિસ્ફોટની જમ્મુ-કાશ્મીર પોલીસ તપાસની પણ પ્રશંસા કરી હતી, જેમાં 40 કિલો વિસ્ફોટ થયો હતો, પણ વધુ વિસ્ફોટ થાય એ અગાઉ ત્રણ ટન જપ્ત કરવામાં આવ્યો હતો અને આ ષડયંત્રમાં સામેલ પુરી ટીમને દિલ્હી વિસ્ફોટ થયો તે પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

એજન્સીઓએ પ્રભાવી કામ કર્યું

ગૃહ મંત્રીએ કહ્યું કે આ નેટવર્ક પર કરવામાં આવેલી તપાસમાં તમામ એજન્સીઓએ અસરકારક રીતે કામ કર્યું છે. પહેલગામ અને દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ માત્ર રૂટિન પોલીસિંગનું જ નહીં પરંતુ મજબૂત તપાસનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. સતત સતર્ક અધિકારી દેશને આટલા મોટા સંકટમાંથી કેવી રીતે બચાવી શકે છે તેનું પણ આ એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. 

લાલ કિલ્લા વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા હતા

ડો. ઉમર-ઉન-નબી સાથે જોડાયેલા 9 લોકોની એનઆઈએએ ધરપકડ કરી હતી. જેમણે 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ કર્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisment

અમિત શાહે કહ્યું કે પહેલાગામ  હુમલા દ્વારા આતંકીઓ દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવા માંગતા હતા અને કાશ્મીરના વિકાસ અને પર્યટનને નષ્ટ કરવા માંગતા હતા. સચોટ ઇન્ટેલિજન્સના આધારે આપણી સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા હતા અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. 

આ પણ વાંચો -  બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાને લઇને ભારતની આકરી પ્રતિક્રિયા

અમિત શાહે કહ્યું કે આ પહેલી આતંકી ઘટના છે જેમાં અમે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી હુમલાની યોજના બનાવનારા લોકોને સજા આપી હતી. જેમણે તેમને હથિયાર પૂરા પાડ્યા હતા અને તેનાથી હુમલા કર્યા હતા તેમને ઓપરેશન મહાદેવ દ્વારા ખતમ કરવામાં આવ્યા હતા. બંને કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર, ભારતીય સુરક્ષા દળો અને જનતાએ તેમના સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાનના આતંકી આકાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો

અમિત શાહ દેશ દિલ્હી