/indian-express-gujarati/media/media_files/2025/12/26/mea-spokesperson-randhir-jaiswal-2025-12-26-18-26-27.jpg)
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ Photograph: (X/MEA)
Hindu mans killing in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર હાલમાં થયેલી હિંસા પર વિદેશ મંત્રાલયે શુક્રવારે આકરી પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે ચેતવણી આપી હતી કે આ ઘટનાઓને માત્ર "મીડિયા દ્વારા મોટા કરીને ચડાવેલા ન્યૂઝ" અથવા રાજકીય હિંસા કહીને નજરઅંદાજ કરી શકાય નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશમાં તાજેતરના ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે બાંગ્લાદેશમાં ફેલાતા ખોટા સમાચારોને નકારી કાઢતા ઘણા નિવેદનો બહાર પાડ્યા છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા ચિંતાનો વિષય
પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તેઓ બાંગ્લાદેશના તાજેતરના ઘટનાક્રમથી સંપૂર્ણ વાકેફ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો સહિત લઘુમતીઓ સામે ઉગ્રવાદીઓ દ્વારા સતત થઈ રહેલી હિંસા ચિંતાનો વિષય છે.
તેમણે તાજેતરમાં મયમનસિંહમાં એક હિન્દુ યુવકની જઘન્ય હત્યાની આકરી નિંદા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ગુના સામેલ અપરાધીઓને સજા આપવામાં આવશે.
વચગાળાની સરકારમાં 2,900 થી વધુ હિંસક ઘટનાઓ નોંધાઇ
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકાર દરમિયાન, સ્વતંત્ર સ્ત્રોતોઓ લઘુમતીઓ વિરુદ્ધ 2,900 થી વધુ હિંસક ઘટનાઓ નોંધી છે, જેમાં હત્યા, આગ લગાડવી અને જમીન જપ્ત કરવાના મામલાનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનાઓને માત્ર મીડિયાની અતિશયોક્તિ અથવા રાજકીય હિંસા તરીકે અવગણી શકાય નહીં.
આ પણ વાંચો - મારી લડાઈ ભાજપ અને RSS સામે છે, કોંગ્રેસમાં જોડાતાં પ્રશાંત જગતાપનો હૂંકાર
બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં મંડલની માર મારીને હત્યા કર્યાના એક દિવસ બાદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે કહ્યું હતું કે આ ઘટના સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલી નથી. સરકારે કહ્યું કે મૃતક મંડલ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં આરોપી હતો.
બાંગ્લાદેશ સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે હત્યાના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી ખોટી માહિતીની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત બાંગ્લાદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે 17 વર્ષ પછી બીએનપી નેતા તારિક રહેમાનની વાપસીને આ સંદર્ભમાં જોવી જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us