જ્યારે આપણે કેરળના પલક્કડ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણને ભવ્ય પશ્ચિમી ઘાટની પૃષ્ઠભૂમિ સામે આવેલા લીલાછમ ખેતરોનો વિચાર આવે છે. જોકે, પલક્કડના ડાયનામુકુ નામના કાલ્પનિક ગામમાં લોકો ડાયનાસોર સાથે સુમેળમાં રહેતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
1.25 મિનિટના આ વીડિયોમાં ડાયનાસોરનું એક મોટું ટોળું ધીમે-ધીમે ખેતરમાં આગળ વધતું દેખાય છે. “માણસો દ્વારા પાળેલા પ્રાણીઓમાં ડાયનાસોર પ્રથમ હતા,” તેવુ આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.
આ વીડિયોમાં ડાયનાસોરને તેમને તેમના ઇંડા અને માંસ માટે ઉછેરવામાં આવે છે. ત્યારપછીના દ્રશ્યોમાં એક મહિલા તેના આંગણામાં એક નાના ડાયનાસોર માટે ખોરાક તૈયાર કરતી, લુંગી પહેરેલો એક માણસ તેના માથા પર એક મોટું ડાયનાસોર ઈંડું લઈને જતો અને ડાયનાસોરનો માલ વેચતી દુકાનો દેખાડવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ પેજ સ્ટોરીટેલર્સ યુનિયને બાળકો સાથે રમતા, ડાયનાસોરના ઇંડા રાંધતા અને ખાતા અને ડાયનાસોરની ખેતી કરતા ડાયનાસોરના બાળકોનો એક અતિ સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં મનોહરન નામનો એક AI પાત્ર ડાયનાસોર ઉછેરવાનો પોતાનો અનુભવ વર્ણવે છે.
તે કહે છે, “તે ખેતીની એક સરળ અને વધુ નફાકારક પદ્ધતિ છે, એક વર્ષમાં અમે ડાયનાસોરમાંથી લગભગ 300 ઇંડા ઉત્પન્ન કરીએ છીએ.” તે કહે છે કે ડાયનાસોરના ઈંડાનું આમલેટ સ્વાદિષ્ટ હોય છે.
આ પણ વાંચો: ગરમીમાં દરરોજ ગુલકંદ ખાવાના ફાયદા
આ વીડિયોમાં એક સુંદર ગ્રામીણ પૃષ્ઠભૂમિ સામે સેટ કરવામાં આવ્યો છે. કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરીને બનાવેલા ડાયનાસોરના સૌથી સચોટ હાવભાવ અને દ્રશ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવ્યો છે.
અભિનેતા શિવકાર્તિકેયન અને અભિનેત્રી ઐશ્વર્યા લક્ષ્મી સહિત ઘણી હસ્તીઓએ પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. આ પ્રશંસનીય વીડિયો ધ સ્ટોરીટેલર્સ યુનિયનના મગજની ઉપજ હતી, જે 6 મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓનું ગ્રુપ છે જે સિનેમામાં સફળ થવાની ઇચ્છા રાખે છે. ટૂંકી ફિલ્મોથી શરૂ થયેલી તેમની સફર હવે જાહેરાતો અને સંગીત વીડિયોઝ સુધી વિસ્તરી છે. કૃત્રિમ બુદ્ધિ (AI) એ તેમની નવી રચના છે.





