Donald Trump Family: ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ પત્ની અને પાંચ સંતાન વિશે જાણો અજાણી વાતો

Donald Trump Family Tree: 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી અભિયાનોમાં પોતાના પરિવારને આગળ રાખ્યો હતો. આ વર્ષે જુલાઈમાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કર્યું ત્યારે તે દરમિયાન તેમના બાળકો, દોસ્તો અને અહીયા સુધી કે તેમના પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ હતા.

Written by Rakesh Parmar
Updated : November 06, 2024 18:31 IST
Donald Trump Family: ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ પત્ની અને પાંચ સંતાન વિશે જાણો અજાણી વાતો
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થઈ છે. (તસવીર: MELANIA TRUMP/Ivanka trump/ X)

Donald Trump Family Tree: રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થઈ છે. ટ્રમ્પએ જીત માટે લોકોનો આભાર માન્યો છે. સમાચાર એજન્સી રાયોટર્સની રિપોર્ટ પ્રમાણે યૂનાઈટેડ સ્ટેટ્સ હાઉસના સ્પીકર જોનસને પણ ટ્રમ્પની અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની ઘોષણા કરી દીધી છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે, તેમના પરિવારમાં કોણ-કોણ છે. આવો અમે તમને જણાવીએ.

2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી અભિયાનોમાં પોતાના પરિવારને આગળ રાખ્યો હતો. આ વર્ષે જુલાઈમાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કર્યું ત્યારે તે દરમિયાન તેમના બાળકો, દોસ્તો અને અહીયા સુધી કે તેમના પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ હતા.

ટ્રમ્પના દાદા હતા રિયલ એસ્ટેટ ડેવલપર

ડોનાલ્ડ ટ્રમ્પના દાદાનું નામ ફ્રેડરિક ટ્રમ્પ અને દાદાનું નામ એલિજાબેથ ક્રાઈસ્ટ ટ્રમ્પ હતું. ફ્રેડરિકનો જન્મ જર્મનીમાં થયો હતો અને તેમણે ન્યૂયોર્કમાં ટ્રમ્પ પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસની ઈંટ મૂકી હતી. તેમના નિધન બાદ એલિજાબેથ ક્રાઈસ્ટે તેમનો વેપાર સંભાળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના નાના અને નાની સ્કોટલેન્ડમાં માછીમાર હતા. તેમના નાનાનું નામ મૈલ્કમ મૈકલિયોડ અને નાનીનું નામ મૈરી મૈકલિયોડ છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પિતાનું નામ ફ્રેડરિક સી ટ્રમ્પ છે. ફ્રેડરિક સી ટ્રમ્પ ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ ડેવલપર અને બિઝનેસમેન હતા. ડોનાલ્ડ ટ્રમ્પની માતાનું નામ નૈરી એ મૈકક્લિયોડ છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તમે જે જાણવા માંગો છો તે બધુ જ, સફળ બિઝનેસમેનથી રાષ્ટ્રપતિ સુધીની સફર

ભત્રીજાએ બતાવ્યા હતા “ધૃણિત વ્યક્તિ”

ડોનાલ્ડ ટ્રમ્પ કૂલ પાંચ ભાઈ-બહેન છે. તેમના ભાઈ-બહેનોના નામ મૈરીએન ટ્રમ્પ, ફ્રેડરિક સી ટ્રમ્પ જૂનિયર, એલિજાબેથ જે ટ્રમ્પ અને રોબર્ટ એસ ટ્રમ્પ છે. રોબર્ટ એસ ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. જ્યારે આ વર્ષે છપાયેલી તેમની પુસ્તકમાં ફ્રેડરિક જૂનિયરના પુત્ર ફ્રેડ ટ્રમ્પ III એ પોતાના કાકા ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પરિવારમાં “ધૃણિત વ્યક્તિ” ગણાવ્યા હતા. જજ રહી ચૂકેલી મૈરીએને એક વાતચીતમાં ફ્રેડ જૂનિયરની દીકરી મૈરીને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સિદ્ધાંતો પર ચાલનાર વ્યક્તિ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ લગ્ન ઈવાના ટ્રમ્પ સાથે થયા હતા. તે ચેક-અમેરિકી મોડલ અને બિઝનેસમેન હતી. ડોનાલ્ડ ટ્રમ્પના ઇવાના સાથે લગ્ન 1977થી 1992 સુધી ચાલ્યા. આ દરમિયાન તેમના ત્રણ બાળકો થયા. જેમના નામ ડોનાલ્ડ જૂનિયર, એરિક અને ઈવાંકા છે. ઇવાનાનુ નિધન 2022માં થયુ હતું. ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની એક્ટ્રેસ અને મોડલ માર્લા મેપલ્સ હતી. આ લગ્નથી ડોનાલ્ડની એક દીકરી છે, જેનું નામ ટિફની ટ્રમ્પ છે. ડોનાલ્ડના આ લગ્ન 1993 થી 1999 સુધી ચાલ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના ત્રીજા અને છેલ્લા લગ્ન મેલાનિયા ટ્રમ્પ સાથે 2005માં થયા હતા. મેલાનિયા ટ્રમ્પ પૂર્વ ફેશન મોડલ છે અને આ લગ્ન બાદ ડોનાલ્ડ ટ્રમ્પને એક દીકરો પણ છે જેનું નામ બૈરન છે.

ડોનાલ્ડ ટ્રમ્પને પાંચ બાળકો છે જેમાંથી એક સૌથી મોટો પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર જે મોટા ભાગે પોતાના પિતા સાથે નજર આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એગ્જિક્યૂટિવ વાઈસ પ્રેસિડન્ટ છે અને તે પોતાના પિતાના રાજનૈતિક કામોને જોવાની સાથે પરિવારનો બાકીનો બિઝનેસ પણ સંભાળે છે. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી દીકરી ઇવાંકા ટ્રમ્પ છે. ઈવાંકા મોડલ પણ રહી ચુકી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમવાર રાષ્ટ્રપતિ બનવા દરમિયાન તે વ્હાઈટ હાઉસમાં સલાહકાર તરીકે કામ કરી ચુકી છે. તેમને ત્રણ બાળકો છે.

ઈવાંકાના પતિ જેરેડ કુશનર ટ્રમ્પ પ્રશાસનમાં વરિષ્ઠ સલાહકાર રહી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક પુત્ર એરિક ટ્રમ્પ પણ પોતાના પિતાના રિયલ સ્ટેટનો કોરોબાર સંભાળે છે. તેમના બે બાળકો છે. ટિફની ટ્રમ્પ એક યૂનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી નાનો દીકરો બૈરન ટ્રમ્પ હાલમાં અભ્યાસ કરે છે.

તમને જણાવી દઈએ કે, આ વખતે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો. સંપૂર્ણ તાકાત લગાવ્યા બાદ પણ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર કમલા હૈરિસ ચૂંટણીમાં જીત હાંસલ કરી શકી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ