ટાઈમ મેગેઝિને એક કવર ફોટો પ્રકાશિત કર્યો છે જેનાથી વિવાદ શરૂ થયો છે. ટાઈમ મેગેઝિનના નવા પ્રિન્ટ કવર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને યુએસ રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. હકીકતમાં, નવા પ્રિન્ટ કવરમાં એલોન મસ્ક ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટ ડેસ્ક પર બેઠેલા દેખાય છે. ટાઈમ મેગેઝિનના પ્રિન્ટ કવર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. તેમણે કટાક્ષમાં પૂછ્યું કે શું આ મેગેઝિન હજુ પણ ચાલી રહ્યું છે?
ટાઈમ મેગેઝિનમાં છપાયેલી કવર ઈમેજમાં એલોન મસ્ક હાથમાં કોફીનો કપ પકડીને દેખાય છે. તે રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠા છે. એલોન મસ્કની પાછળ અમેરિકા અને રાષ્ટ્રપતિનો ધ્વજ પણ પૃષ્ઠભૂમિમાં મૂકવામાં આવ્યો છે. ટાઈમ મેગેઝિનના કવર ફોટોનો રંગ લાલ છે.
પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને ટાઇમ મેગેઝિનના કવર ફોટો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આના જવાબમાં તેમણે કહ્યું, શું ટાઈમ મેગેઝિન હજુ પણ ચાલી રહ્યું છે? મને ખબર નથી. ટાઇમ મેગેઝિને શુક્રવારે એલોન મસ્ક પર એક કવર સ્ટોરી પણ લખી હતી. આ વાર્તામાં જણાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા ત્યારથી ઈલોન મસ્ક કયા પગલાં લઈ રહ્યા છે.





