Karnataka Leader Controversial Remark: કર્ણાટકમાં શિગાંવ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય સૈયદ આઝમપીર ખદરીએ સોમવારે કર્ણાટકમાં બોલતા કહ્યું કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામ સ્વીકારવા તૈયાર હતા. શિગગાંવમાં પેટાચૂંટણી થઈ રહી છે. કોંગ્રેસે અહીંયા યાસિર અહેમદ ખાન પઠાણની ઉમેદવારીની જાહેરાત કરી છે. એક બેઠકમાં બોલતા સઈદ ખદરીએ કહ્યું કે આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા. પરંતુ બાદમાં તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. જો આંબેડકરે ઈસ્લામ અંગીકાર કર્યો હોત તો સમગ્ર દલિત સમાજ તેમને અનુસર્યો હોત.
સૈયદ આઝમપીર ખદરી ત્યાંથી ન અટક્યા. તેમણે વધુમાં કહ્યું કે, આજે અગ્રણી દલિત નેતાઓનું નામ પણ ઈસ્લામના નામ પર રાખવામાં આવ્યું હોત. જેમ કે, આર.બી. થિમ્માપુર રહીમ ખાન બની શકે છે. ડૉ. જી. પરમેશ્વર કદાચ પીર સાહબ, એલ. હનુમંત કદાચ હસન સાહબ તરીકે ઓળખાતા હશે અને મંજુનાથ થિમ્માપુર બડોસાહબ તરીકે ઓળખાયા હશે.
આ પણ વાંચો: શિયાળાના 5 અમૃત, જે તમારા શરીરને બનાવશે શક્તિશાળી અને બીમારીઓને રાખશે દૂર
સૈયદે વધુમાં કહ્યું કે દલિત અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઐતિહાસિક બંધન છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ દરગાહ અને દલિત સમુદાયના પૂજા સ્થાનો વચ્ચે સમાનતા છે. સઈદ ખદારીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જો કે આ પછી કોંગ્રેસે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યું છે. કોંગ્રેસે ખદરીને ટિકિટ નથી આપી. તેથી હવે તે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી રહ્યો છે .
ખદરીનું નિવેદન વાયરલ થતાં જ ભાજપે ખદરી અને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. તેમજ ભાજપે ખદરી પર આંબેડકરના ઈતિહાસ વિશે વધુ જાણકારી ન હોવાનો આરોપ લગાવ્યો છે.