Election Commission of India (ECI) Bihar Election Results 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બર એટલે કે શુક્રવારે આવશે. બિહારની 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ છે અને આ તમામ બેછકોની મત ગણતરી શુક્રવાર સવારે 8 વાગ્યાથી શરૂ થશે. હવે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આખરે તેઓ ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર લાઈવ કાઉન્ટિંગ કેવી રીતે ચેક કરી શક્શે?
ભારતીય ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ, eci.gov.in પર રીયલ-ટાઇમ અપડેટ્સ સતત પ્રદાન કરવામાં આવશે. મત ગણતરી પછી બપોર સુધીમાં અંતિમ પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. બિહાર ચૂંટણીઓ પરના તમામ તાજા અપડેટ્સ માટે gujarati.indianexpress.com ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ બ્લોગ્સ પણ ફોલો કરી શકો છે.
ECI વેબસાઇટ પર ચૂંટણી પરિણામો કેવી રીતે તપાસવા
દરેક વિધાનસભા મતવિસ્તાર માટે રિટર્નિંગ ઓફિસર/સહાયક રિટર્નિંગ ઓફિસર દ્વારા દાખલ કરાયેલ ડેટાના આધારે મત ગણતરીના વલણો અને પરિણામો ECI વેબસાઇટ https://results.eci.gov.in/ પર ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: વધારે મતદાન સત્તા પરિવર્તનની ગેરન્ટી નથી, જ્યારે બિહારમાં ઓછું મતદાન થયા બાદ સત્તા પરિવર્તન થયું
પરિણામો મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન પર પણ ચકાસી શકાય છે
મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ગૂગલ પ્લે અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. વપરાશકર્તાઓ વિજેતા, આગળ અથવા પાછળ રહેલા ઉમેદવારો અને વિધાનસભા મતવિસ્તાર અથવા રાજ્ય દ્વારા પરિણામો જોઈ શકે છે.





