/indian-express-gujarati/media/media_files/2026/01/08/mamata-banerjee-2026-01-08-17-58-04.jpg)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. Photograph: (Express Photo)
ED raids I-PAC office : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે કોલકાતા અને બિધાનનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં સોલ્ટ લેક સ્થિત પોલિટિકલ કંસલ્ટેંસી ફર્મ I-PAC ની ઓફિસ, ડાયરેક્ટર પ્રતીક જૈનનું લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાન અને બુરાબજારના પોસ્ટા ખાતે એક ઉદ્યોગપતિની ઓફિસનો સમાવેશ થાય છે. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કેન્દ્રીય એજન્સીએ પ્રતીક જૈનની પણ પૂછપરછ કરી છે.
આ માહિતી મળતાની સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રતીક જૈનના ઘરે પહોંચી ગયા હતા. દરોડા દરમિયાન તે સીધા પ્રતીક જૈનના ઘરે ગયા હતા અને એક લીલા રંગની ફાઇલ લઈને બહાર આવી ગયા હતા. આ ફાઇલ વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હોઈ શકે છે, તો ચાલો જાણીએ કે આ ફાઇલમાં શું હતું, જેના વિશે મમતા બેનર્જીએ પોતે જણાવ્યું હતું.
મમતા બેનર્જીએ કહ્યું કે ફાઈલમાં શું-શું છે?
મમતા બેનર્જી હાથમાં એક ફાઇલ લઇને બહાર આવ્યા અને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઇડીએ અમારા આઇટી વિભાગ અને તેના વડાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેઓ (ઇડી) તમામ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેં પ્રતીકને ફોન કર્યો, તે મારી પાર્ટીના પ્રભારી છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ઇડીએ આઈ-પીએસી પ્રમુખના ઘરે દરોડા દરમિયાન ટીએમસીના આંતરિક ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાઇલ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમાં તેમની પાર્ટીની હાર્ડ ડિસ્ક, રણનીતિ અને યોજનાઓની માહિતી છે.
તેમણે કહ્યું કે તેઓ (કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ) અમારી પાર્ટીની હાર્ડ ડિસ્ક, રણનીતિ અને યોજનાઓ લઇ જવા માંગે છે. વધુમાં સવાલ પૂછવામાં આવ્યો કે શું રાજકીય પક્ષોના દસ્તાવેજો એકત્રિત કરવા ઇડીની ફરજ છે? તેમણે પ્રતીક જૈનના નિવાસસ્થાન પર દરોડાને રાજકીય રુપથી પ્રેરિત અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં I-PAC તૃણમૂલ કોંગ્રેસના આઈટી સેલનું કામકાજ પણ સંભાળે છે.
ઇડી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ઇડીએ દરોડા દરમિયાન ટીએમસીના ડેટા, ચૂંટણી વ્યૂહરચનાને તેની સિસ્ટમમાં મૂકી દીધી છે, જે ગુનો છે. તેમણે વધુમાં કહ્યું કે જો ટીએમસીએ નવેસરથી ચૂંટણી રણનીતિ બનાવવી પડશે તો વિધાનસભાની ચૂંટણી પસાર થઈ જશે. ઇડીએ સવારે 6 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે ત્યાં કોઈ ન હતું.
આ પણ વાંચો - ઇન્દિરા ગાંધી વેનેઝુએલા જનાર પ્રથમ ભારતીય પીએમ હતા, 18 કલાકના પ્રવાસમાં આ કારણે તોડ્યો હતો પ્રોટોકોલ
મમતાએ આ કાર્યવાહીને ડરાવવા-ધમકાવવાની કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે આ કાયદો લાગુ કરવો નહીં પરંતુ રાજકીય બદલો છે. અમિત શાહ એક ધૃણિત ગૃહમંત્રીની જેમ વર્તન કરી રહ્યા છે, દેશની રક્ષા કરતા કોઈ વ્યક્તિની જેમ નહીં.આ અહેવાલ લખ્યો ત્યાં સુધી ઇડી અથવા આઇપીએસી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.
STORY | ED tried to seize TMC’s internal data during raid at I-PAC chief’s house, alleges Mamata Banerjee
— Press Trust of India (@PTI_News) January 8, 2026
West Bengal Chief Minister Mamata Banerjee on Thursday alleged that ED officials were attempting to seize TMC’s hard disks, internal documents and sensitive organisational… pic.twitter.com/ELoNgQKCPh
ઈડીએ મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ: શુવેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુવેન્દુ અધિકારીએ ઇડીના દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતીક જૈનના ઘરની મુલાકાતને ગેરબંધારણીય અને કેન્દ્રીય એજન્સીની તપાસમાં દખલગીરી ગણાવી હતી. તેમણે કહ્યું કે ઇડીએ મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હતા ત્યારે જૈનના નિવાસસ્થાનની મુલાકાત બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મને લાગે છે કે મુખ્યમંત્રી અને કોલકાતા પોલીસ કમિશનરની મુલાકાત અનૈતિક, ગેરબંધારણીય અને કેન્દ્રીય એજન્સીની તપાસમાં સીધી દખલગીરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us