ઈલોન મસ્કની SpaceX એ ISRO માટે સેટેલાઈટ લોન્ચ કર્યું, જાણો ભારત માટે શું કામ કરશે?

ISRO Satellite Launch: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ પોતાના સૌથી એડવાન્સ સંચાર સેટેલાઈટને સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની મદદથી સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કર્યું છે.

Written by Rakesh Parmar
November 19, 2024 15:11 IST
ઈલોન મસ્કની SpaceX એ ISRO માટે સેટેલાઈટ લોન્ચ કર્યું, જાણો ભારત માટે શું કામ કરશે?
સ્પેસએક્સ એ ભારતના જે સેટેલાઈટને લોન્ચ કર્યું છે તેમાં GSAT N-2 અથવા પછી GSAT 20 ના નામે પણ ઓળખાય છે. (તસવીર: DrJitendraSingh/X)

ISRO Satellite Launch: દુનિયાની બે અંતરિક્ષ એજન્સીઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે. જેમાં પ્રથમ અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની સ્પેસએક્સ અને બીજી ભારતની ઈસરો. બંને એજન્સીઓએ છેલ્લા કેટલાક સમયમાં સફળતાના નવા શિખરો સર કર્યા છે. ત્યાં જ હવે ઈસરો અને સ્પેસએક્સ એક મિશન માટે સાથે આવ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ પોતાના સૌથી એડવાન્સ સંચાર સેટેલાઈટને સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની મદદથી સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કર્યું છે.

સેટેલાઈટનું ખાસિયત શુ?

સ્પેસએક્સ એ ભારતના જે સેટેલાઈટને લોન્ચ કર્યું છે તેમાં GSAT N-2 અથવા પછી GSAT 20 ના નામે પણ ઓળખાય છે. આ કોમર્શિયલ સેટેલાઈટનું વજન 4,700લ કિલોગ્રામ છે અને દૂરના ક્ષેત્રોમાં બ્રોડબેન્ડ સેવાઓ, સાથે જ યાત્રી વિમાનો માટે ઉડાણ દરમિયાન ઈન્ટરનેટ સેવા આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ સેટેલાઈટને અમેરિકાના ફ્લોરિડાના કેપ કૈનાવેરલમાં સ્થિત લોન્ચ કોમ્પલેક્ષથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. કેપ કૈનાવેરલને સ્પેસએક્સ એ યૂએસ સ્પેસ પાસે લીઝ પર લીધુ છે.

કેમ મહત્ત્વનું છે આ લોન્ચ?

સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ના માધ્યમથી ઈસરો અને સ્પેસએક્સ વચ્ચે પ્રથમ એવું પગલું છે. સાથે જ આ ઈસરો તરફથી બનાવવામાં આવેલ પ્રથમ એવું સેટેલાઈટ છે જે એડવાન્, KA બૈંડ ફ્રિક્વેન્સીનો ઉપીયોગ કરે છે. તેની રેડિયો ફ્રિક્વેન્સીની રેંઝ 27 અને 40 ગીગાબાઈટ્સની વચ્ચેની છે જે હાઈ બૈંડવિડ્થ આપે છે. GSAT-N2 ભારતના વિભિન્ન ક્ષેત્રોમાં બોડબૈંડ સેવાઓની દક્ષતા અને કવરેજને વધારશે.

આ પણ વાંચો: મહિલા સબ ઈન્સપેક્ટરે યુવકને તમાચો માર્યો, બદલામાં લોકોએ મહિલા પોલીસને ધડાધડ લાફા માર્યા

E

ઈસરોને કેમ સ્પેસએક્સની જરૂર પડી?

રિપોર્ટસનું માનીએ તો વર્તમાનમાં ઈસરોની પાસે 4700 કિલોગ્રામ સુધીના પેલોડને લોન્ચ કરવા માટેના રોકેટની અછત છે. ભારતના લોન્ચિંગ યાન એલવીએમ-3ની ક્ષમતા 4000 કિલોગ્રામ સુધીની છે. પરંતુ આ લોન્ચની જરૂરીયાત ઈસરોની ક્ષમતાઓથી વધુ હતી. આ કારણે જ આ મિશન માટે સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટની પસંદગી કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ