Maharashtra vidhan sabha election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખ હવે નજીક આવી ગઈ છે. આ કારણે તમામ રાજનીતિ દળોએ ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. હવે નેતાઓ પોતાના પ્રચાર માટે સેલિબ્રિટીની મદદ પણ લઈ રહ્યા છે. આવું જ એક દ્રશ્ય ગુરૂવારે નાગપુરમાં જોવા મળ્યું. અહીં નાગપુર પૂર્વના ભાજપા ઉમેદવારને સમર્થનમાં આયોજીત પ્રચાર સભામાં પ્રખ્યાત ડોલી ચાયવાલા પણ પહોંચ્યો હતો. તે પ્રચાર સમયે ભાજપના દિગ્ગજ નેતા અને નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની સાથે જોવા મળ્યો હતો.
કૈલાશ વિજયવર્ગીય એ તસવીર શેર કરી
મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આવામાં તમામ રાજનૈતિક પાર્ટીઓ મતદાતાઓને આકર્ષિત કરવા માટે સેલિબ્રિટીની પણ મદદ લઈ રહી છે. બીજેપી નેતા એવમ્ નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીય એ પોતાના X પર ડોલી ચાયવાલા સાથે ફોટો શેર કર્યો છે.
કૈલાશ વિજયવર્ગીય એ શું કહ્યું?
ભાજપના પ્રચારમાં ડોલી ચાયવાલાની સાથે તસવીર શેર કરતા ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય એ લખ્યું- “નાગપુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પન્ના પ્રમુખ તથા પન્ના સમિતિના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંબંધમાં ચર્ચા કરી હતી. જોશ સાથે ભરેલા કાર્યકર્તાઓએ ભાજપના મહાવિજય માટે પ્રાણ પ્રણ સાથે જોડાવાનો સંકલ્પ કર્યો. આ અવસરે ભાજપના ઉમેદવાર કૃષ્ણા ખોપડે સહિત પાર્ટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા.”
ક્યારે યોજાશે ચૂંટણી?
મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે રાજ્યની તમામ 288 વિધાનસભા સીટો માટે એક જ ચરણમાં એક સાથે મતદાન થશે. ત્યાં જ મતદાનના ત્રણ દિવસ બાદ 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો સામે આવશે.





