Exclusive : 11,000 ફૂટની ઉંચાઇ પર ફસાયા સેનાના 20 જવાન, ગામના લોકોએ જીવ જોખમમાં મુકી મદદ કરી

Exclusive : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના સ્થાનિકોએ 11,000 ફૂટની ઉંચાઈ પર ફસાયેલા સેનાના જવાનોની મદદ કરી હતી. ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા

Exclusive : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના સ્થાનિકોએ 11,000 ફૂટની ઉંચાઈ પર ફસાયેલા સેનાના જવાનોની મદદ કરી હતી. ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા

author-image
Ashish Goyal
New Update
20 stranded Armymen at 11000 feet

ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા Photograph: (express)

Exclusive : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના એક ગામના સ્થાનિકોએ 11,000 ફૂટની ઉંચાઈ પર ફસાયેલા સેનાના જવાનોની મદદ કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના લોકોએ લગભગ પાંચ કલાક સુધી સતત પર્વતોની મુશ્કેલ ચઢાઇ ચડીને બરફમાં ફસાયેલા સૈનિકોને સુરક્ષિત બહાર કાઢયા  હતા.

Advertisment

ગ્રામજનોએ સૈનિકો સુધી પહોંચવા માટે બરફમાંથી એક સાંકડો રસ્તો ખોદી કાઢ્યો હતો. આ ઓપરેશનમાં હિંમત અને એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સેનાના જવાનો કેવી રીતે ફસાયા?

જણાવવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો ઉંચા પહાડી શિખરો પર આતંકવાદ વિરોધી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ સૈનિકોએ આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન તે એન્કાઉન્ટર બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીના હવાલદાર ગજેન્દ્ર સિંહ શહીદ થયા હતા અને અન્ય સાત સૈનિકો ઘાયલ થયા હતા. આ કારણોસર સેનાએ આતંકીઓને શોધવા અને તેમને ડોડા જિલ્લામાં પ્રવેશતા રોકવા માટે ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું હતું.

જોકે ખરાબ હવામાનને કારણે સેનાના જવાનો દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં સૈનિકો તરફથી ગુંદના આર્મી પોસ્ટને એક સંદેશ મોકલવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીએ ગામના સ્થાનિક લોકો પાસેથી મદદ માંગવામાં આવી હતી.

Advertisment

ગામના લોકોએ કેવી રીતે બચાવ્યા?

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે અમે 25 જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી હતી. સેનાએ અમને શૂઝ અને કેટલાક ફૂડ પેકેટ આપ્યા હતા, જ્યારે અમે અમારી સાથે પોતાના પાવડા લઈ ગયા હતા. બપોરે લગભગ 1:30 વાગ્યે અમે આર્મીના જવાનો સુધી પહોંચ્યા અને બધાને સલામત રીતે નીચે લાવ્યા હતા.

આ પણ વાંચો - અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત?

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ ભારતવાલે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોએ સેના સાથે મળીને સલામત રસ્તો બનાવ્યો હતો. આ સિવાય બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) એ ચિત્રગલ વિસ્તારમાં બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. 26 જાન્યુઆરીએ બીઆરઓ અને ગ્રામજનોની મદદથી સેનાના 40 જેટલા જવાનો અને 20 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર દેશ