મિનિટોમાં થઈ ₹.6 કરોડની ઓનલાઈન લૂંટ, 3 રાજ્યો સાથે જોડાયા તાર, સાઇબર ક્રાઈમનો પર્દાફાશ

ગુરુગ્રામની એક સિંગલ પેરેન્ટે આંખના પલકારામાં પોતાની જિંદગીભરની કમાણી કેવી રીતે ગુમાવી દીધી? તેના 6 કરોડથી વધુ રૂપિયા હરિયાણાના એક ગામડાના પરિવાર અને હૈદરાબાદના દૈનિક મજૂરો સાથે કેવી રીતે પહોંચી ગયા? Digital Arrest દ્વારા પૈસાની ચોરીનો તપાસ અહેવાલ જાણો...

Written by Rakesh Parmar
Updated : June 30, 2025 16:12 IST
મિનિટોમાં થઈ ₹.6 કરોડની ઓનલાઈન લૂંટ, 3 રાજ્યો સાથે જોડાયા તાર, સાઇબર ક્રાઈમનો પર્દાફાશ
6 કરોડથી વધુની રકમ સાઇબર ફ્રોડ દ્વારા કેવી રીતે લૂંટી લેવામાં આવી. (તસવીર: Express)

Digital Arrest: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં એક એક્સક્લૂસિવ ગેટેડ કોમ્યુનિટીમાં બનેલા એક આલીશાન ઘરથી લઈ હરિયાણાના એક ગામમાં ત્રણ ઓરડાના એક નાનકડા મકાન સુધી અને પછી હૈદારબાદના એક વિસ્તારમાં એક ભાડાના મકાનમાં થઈ વધુ 15 રાજ્યો સુધી. આ રીતે દેશભરમાં 28 બેંક ખાતાથી અને બાદમાં વધુ 141 બેંક ખાતાથી લગભગ 6 કરોડ રૂપિયાની ચોરી થવામાં માત્ર થોડી મિનિટોનો જ સમય લાગ્યો.

દેશભરમાં 2024માં રિપોર્ટ કરવામાં આવેલ 1.23 લાખ મામલાઓમાં કૂલ 1935 કરોડ રૂપિયાના ચોરી થઈ. 2022ની તુલનામાં આ આંકડ ત્રણ ગણો છે. અમે અહીં આ તમામ મામલાઓમાંથી માત્ર એક મામલાની વાત કરી રહ્યા છીએ, જેમાં 6 કરોડથી વધુની ચોરી થઈ. ડિજિટલ અરેસ્ટમાં સ્કેમર્સ, પીડિતના બેંક એકાઉન્ટ ખાલી કરતા પહેલા તેમને ડરાવીને-ધમકાવીને તેમના પૈસા લૂંટે છે.

આખા દેશમાં રાજ્ય પોલીસ દળ અને સાઈબર ક્રોડ યૂનિટ્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવતા ટ્રેંડ પર નજર રાખતા, ઈન્ડિયન એક્સપ્રેસે ગુરૂગ્રામના એક મામલા પર ધ્યાન કેન્દ્રીત કર્યું, જેમાં એક 44 વર્ષીય એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ સામેલ હતા.

ઈન્ડિયન એક્સપ્રેસે પોલીસ રેકોર્ડન તપાસ, પૂછપરછ દરમિયાન લેવામાં આવેલા નિવેદનોની સાથે-સાથે ત્રણ રાજ્યોમાં પોલીસ સ્ટેશન પહોંચીને, ઘણા પીડિત લોકો સાથે વાતચીત કરી, મોટા બેંક અધિકારીઓ સાથે વાતચીત દ્વારા આ મની ટ્રેલ (પૈસાની લેવડદેવડ)ની જાણકારી મળી.

જેમાં ઓછી આવક ધરાવતા ખાતાધારકોની લેવડદેવડની એક ભ્રામક જાળ જોવા મળી, જેનો ઉપયોગ આંખના પલકારામાં જ 2 લાખ રૂપિયાથી લઈ 81 લાખ રૂપિયાની રકમને ટ્રાંસફર કરવા માટે કરાયો હતો. તેઓ જેમવનું કામ આ ફ્લોને ટ્રેક કરવાનું હતું અથવા બીજી તરફ જોઈને અથવા ગુનામાં સામેલ થઈને. અને બેંક એક-બીજા પર આંગળિઓ ચિંધતા કવર માટે ભાગદોડ કરી રહ્યા છે.

આ પણ વાંચો: જુલાઈમાં 13 દિવસ બેંકો બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખ

ગુરૂગ્રામની એક પીડિત જે સિંગલ પેરેન્ટ્સ છે, તેમણે જણાવ્યું,’તપાસકર્તાઓ સહિત દરેક વ્યક્તિ મને પૂછે છે: તમારા જેવી ભણેલી ગણેલી મહિલા આવી ભૂલ કેવી રીતે કરી શકે? પ્રત્યેક પીડિત પર વધારે શરમ અને ગુનાનો ભાર હોય છે માટે જે થયુ તેને લઈ મૌન થઈ જાય છે. આ વાત ગુનેગારો પર સટીક બેસે છે.’

આ દુર્ઘટના બાદ તેમને પોતાની ‘જિંદગીભરની કમાણી’ રિકવર કરવા માટે ઘણા દરવાજાઓ ખખડાવ્યા, અહીં સુધી કે પીએમ ઓફિસને પણ આ વિશે લખીને ફરિયાદ કરી. તેમના મામલાની તપાસ હવે આ વર્ષે એપ્રિલમાં ગઠીત કરવામાં આવેલી ગુરૂગ્રામ પોલીસની Special Investigation Team (SIT) દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી SIT એ હૈદરાબાદમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં એક કો-ઓપરેટિવ બેંક ડાયરેક્ટર અને તેના બે સહયોગી સામેલ છે. જેમાં અત્યાર સુધી 58 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

SIT ને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાઇબર ફ્રોડ યૂનિટ, Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા પણ એલર્ટ કરવામાં આવી છે કે હૈદરાબાદમાં તેની તપાસથી સંબંધિત 11 “Mule” એકાઉન્ટ એવી 181 અન્ય ફરિયાદોના કેન્દ્રમાં છે. તપાસકર્તાઓ અનુસાર, ત્રણ મહિનાની અંદર આ 11 ખાતાઓથી કૂલ 21 કરોડ રૂપિયા પાર કરવામાં આવ્યા. અને તાજા પુરાવાઓથી સંકેત મળે છે કે તેમાંથી કેટલાક ફંડનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે કરવામાં આવી રહ્યો છે. પ્રવર્તન નિવેશાલય (ED) ને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસે આ તમામ પહેલુંઓને એકસાથે જોડ્યા છે જેના વિશે તપાસકર્તાઓનું કહેવું છે કે, તેમણે ગુરુગ્રામ મામલાને એક typical digital arrest scam બનાવી દીધો છે. (ચાર્ટ જુઓ)

પહેલો પડાવ: ઝજ્જર

4-5 સપ્ટેમ્બર, 2024

પોલીસ રેકોર્ડથી જાણકારી મળે છે કે, પીડિતાએ પોતાના આલીશાન ઘરની પાસે HDFC બેંકની બે શાખાઓમાં વિઝીટ કરી હતી અને સ્કેમર્સના નિર્દેશ અનુસાર, 5.58 કરોડ રૂપિયા, 99 લાખ રૂપિયાના હપ્તામાં, RTGS દ્વારા હરિયાણાના ઝજ્જર જિલ્લાના સુબાના ગામના પીયૂષ નામના વ્યક્તિને ICICI બેંક ખાતામાં ટ્રાંસફર કરી દીધા.

4 સપ્ટેમ્બર, 2025

પીયૂષના ચાલુ ખાતાના સ્ટેટમેન્ટમાં બપોરે 2,45 થી 2.47 વાગ્યા વચ્ચે પીડિતના ખાતામાંથી 2.88 કરોડ રૂરિયાની રસીદ કેખાડવામાં આવી હતી. બપોરે 2.52 વાગે 10 અન્ય બેંકોમાં 28 ખાતાઓથી પૈસા નિકાળવાનું શરૂ થયુ, એક કલાક અને 28 મિનિટની અંદર તમામ પૈસા એકાઉન્ટમાંથી નિકાળી લેવામાં આવ્યા.

5 સપ્ટેમ્બર 2024

બપોરે 2.50 લાગ્યા સુધીમાં પીડિત પાસેથી પીયુષના ખાતામાં 2.97 કરોડ રૂપિયા આવ્યા. 35 સેકન્ડની અંદર મોટી માત્રામાં હાઇ-વોલ્યુમ ડિપોઝિટને બહાર નિકાળવાની શરૂઆત થઈ. માત્ર 29 મિનિટમાં પીડિતના પૈસા કેશ કરી લેવામાં આવ્યા, જેમાં 26 વર્ષીય નોકરી શોધી રહેલા પીયુષના ખાતામાં માત્ર 2,844 રૂપિયા બચ્યા હતા.

આ પણ વાંચો: તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8 કામદારોના મોત

ઈન્ડિયન એક્સપ્રેસે સુબાનામાં પીયુષના ઘરની જાણકારી મેળવી હતી. તેના પિતા 60 વર્ષીય રણબીર જે એક પૂર્વ સૈનિક છે, તેમણે કહ્યું કે પીયુષની અટકાયત કરવામાં આવી હતી. આ વર્ષે 8 એપ્રિલે જામીન મળતા પહેલા છ મહિના સુધી તેને ભોંડસી જેલમાં રાખવામાં આવ્યો હતો. અને હવે તે કોઈ અન્ય સ્થાન પર એક સંબંધી સાથે છે.

રણબીર અને તેની પત્ની શકુંતલા, જે પોતાના દીકરાની વાત કરતા રડી પડ્યા. તેમણે દાવો કર્યો કે તેમના પર ‘દોસ્તો’ દ્વારા ખાતું ખોલાવવા માટે ‘દબાણ’ કરવામાં આવ્યું હતું. રણબીરે કહ્યું,”બદલામાં તેમને કંઈ મળ્યું નહીં. જ્યારે બેંક મેનેજર (5 સપ્ટેમ્બર 2024 એ) અમારા ઘરે આવ્યા ત્યારે જ અમને જાણકારી મળી કે કૌભાંડના કેટલાક પૈસા જમા કરાયા છે.”

બીજો પડાવ: હૈદરાબાદ

પોલીસ રેકોર્ડથી જાણકારી મળે છે કે, પીયુષના ખાતામાંથી મોટા ભાગના પૈસા આંધ્ર અને તેલંગાણાની બેંકોમાં ગયા, જેમાં હૈદરાબાદના સરૂરનગરમાં શ્રીનિવાસ પદ્માવતી કો-ઓપરેટિવ અર્બન બેંકના 11 ખાતામાં 4.87 કરોડ રૂપિયા સામેલ છે – લગભગ દસ કર્મચારીઓની લાથે અજ્ઞાત શાખા (nondescript branch) છે.

SIT સામે આવ્યું કે આ 11 ખાતાઓમાંથી પાચ ખાતા એક નિદેશક વેંકટેશ્વરલુ સમુદ્રલાના આદેશ પર ખોલવામાં આવ્યા હતા. એવી પણ જાણકારી સામે આવી કે ખાતાઓને ખોલવા માટે જમા કરવામાં આવેલા ફોર્મમાં લખવામાં આવેલા મોટા ભાગના સરનામા ખોટા હતા. ત્રણને છોડીને – એક દરજી અને એક ઓટોરિક્ષા ડ્રાઈવર પાસે, જેમાંથી તમામ લોકો પાસે એસઆઈટીએ પૂછપરછ કરી છે.

ઈન્ડિયન એક્સપ્રેસે બેંકની મુલાકાત લીધી અને શહેરના ઉપનગરોમાં ઓળખવામાં આવેલ ત્રણ “mule” ખાતાધારકોની જાણકારી મળી. અંબરપેટ ક્ષેત્રમાં આ શારદા (35) જે બે છોકરીઓની સિંગલ મધર છે. સૈદાબાદના રેડ્ડી બસ્તીમાં એન રવિંદર (45) અને જી શિવરાજુ (24). જેમણે કહ્યું કે તેઓ ખાલી ફોન પર વાત કરશે. શારદા અને રવિંદરે કહ્યું કે, તેમને સમુદ્રલા દ્વારા ખાતા ખોલવા માટે રાજી કરવામાં આવ્યા હતા.

તેમના ખાકા જેના વિશે તેમનો દાવો છે કે તેનો ઉપયોગ તેમણે ક્યારેય કર્યો નથી, એક તરફથી જ કહાની જણાવે છે.

I4C સાથે રજિસ્ટર્ડ 37 ફરિયાદોમાં રવિંદરના ખાતાનું નામ પણ સામેલ છે. જે ચંપાપેટમાં ભાનુ નગરના નિવાસીના રૂપમાં લિસ્ટેડ સાંઈ કૃષ્ણ કંડીના નામ પર ખલવામાં આવેલ કોઈ અન્ય ખાતા બાદ સૌથી વધુ છે. અને આંઠ ફરિયાદોમાં શરદાના ખાતાનું નામ પણ સામેલ હતું – બંનેએ કહ્યું કે તેઓ આ રેકોર્ડથી અજાણ છે.

આ પણ વાંચો: અનંત અંબાણીનો પગાર જાણી ચકરાઈ જશો

કંડીના નામ પર ખાતું, જે 46 I4C ફરિયાદોમાં સામેલ છે. જે ગુરૂગ્રામ મામલામાં પીયુષથી સૌથી વધુ પૈસા પ્રાપ્ત થયા. 81.4 લાખ રૂપિયા. આ ખાતાના સ્ટેટમેન્ટમાં 11 મહિનામાં 5.24 કરોડ રૂપિયા જમા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં 6000 રૂપિયાનું બેલેન્સ દેખાડવામાં આવ્યું છે. પરંતુ રવિંદરના વિપરિત એસઆઈટીએ જોયું કે કંડીના નામે લિસ્ટેડ સરનામું કાલ્પનિક હતું અને તેની જાણકારી મેળવી શકાઈ નહીં.

શારદાના બેંક સ્ટેટમેન્ટમાં ત્રણ મહિનામાં કુલ 1.07 કરોડ રૂપિયા જમા થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાંથી 1.06 કરોડ રૂપિયાથી વધુ રકમ ઓક્ટોબર 2024 સુધીમાં ઉપાડી લેવામાં આવી છે અને 6000 રૂપિયા બાકી છે. આ જમામાંથી 41 લાખ રૂપિયા પિયુષના ખાતામાંથી ત્રણ હપ્તામાં આવ્યા હતા.

શ્રદ્ધા જે ટેરેસ પર ભાડાના રૂમમાં સીવણ મશીન પર કામ કરે છે, તેણે કહ્યું, “હું પહેલી વાર સમુદ્રલાને બસમાં મળી હતી, અને તેણે પૂછ્યું કે શું મને નોકરી જોઈએ છે. હું ગભરાઈ ગઈ અને હા પાડી. પછી તેણે મારૂં ખાતું ખોલાવ્યું. મેં ક્યારેય ખાતું વાપર્યું નથી કે બેંકની મુલાકાત લીધી નથી. ફેબ્રુઆરીમાં પોલીસે મને જાણ કરી કે સમુદ્રલાએ મારા ખાતા સાથે છેતરપિંડી કરી છે. હું પોલીસને હૈદરાબાદમાં તેના ઘરે લઈ ગઈ.”

SIT એ રવિંદર, એક સુથારનું નિવેદન પણ નોંધ્યું. રેકોર્ડ દર્શાવે છે કે પીયુષના ખાતામાંથી તેના ખાતામાં 10 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને ખાતું ખાલી થઈ ગયું હતું.

રવિન્દરે, જે તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર સાથે ભાડાના ઘરમાં રહે છે, કહ્યું, “હું બેંક પાસે એક ચાની દુકાન પર સમુદ્રલાને મળ્યો અને તેણે મને કાયમી નોકરીની ઓફર કરી હતી. તેણે કહ્યું કે બેંક ખાતું જરૂરિયાતનો ભાગ છે. પાછળથી પોલીસે મને કહ્યું કે મારે પુરાવા આપવા માટે કોર્ટમાં હાજર થવું પડશે. હું એક સુથાર છું જે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે આખો દિવસ કામ કરું છું. મેં કંઈ ખોટું કર્યું નથી.”

ઓટોરિક્ષા ચાલક શિવરાજુએ મળવાનો ઇનકાર કર્યો હતો, ભલે તેનું ખાતું 14 અલગ-અલગ સાયબર ફરિયાદોમાં સામેલ હતું. ફોન પર વાત કરતાં તેણે કહ્યું, “મેં મારા સાળાના કહેવા પર ખાતું ખોલાવ્યું. હું દરરોજ વ્યસ્ત રહું છું, મારી ઓટોરિક્ષા ચલાવું છું અને બેંકનો સંપર્ક કરી શકતો નથી. પછી પોલીસ આવી ગઈ.”

હૈદરાબાદમાં સમુદ્રલા અને તેના બે ધરપકડ કરાયેલા સહયોગીઓ, કે વીરભદ્ર રાવ અને જે જોન વેસ્લારી, જેમણે ગુરુગ્રામ કેસ સાથે જોડાયેલા 11 ખાતાઓમાંથી બે ખોલવામાં કથિત રીતે મદદ કરી હતી, તેમના પરિસરમાં પોલીસે 63 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા, જે આ કેસમાં પહેલાથી જ મળેલી રકમમાં ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.

રેકોર્ડ દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી માટે ત્રણ એફઆઈઆરનો સામનો કરી રહેલા સમુદ્રલાએ પોલીસને જણાવ્યું હતું કે તેની અગાઉ ગુજરાતમાં સમાન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર 2024 થી આ વર્ષે જાન્યુઆરી સુધી સાબરમતી જેલમાં અને પછી ફેબ્રુઆરી સુધી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદ હતો.

ગુરુગ્રામ (દક્ષિણ) ના ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. હિતેશ યાદવે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે જે મુખ્ય આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે તેનો સાયબર ક્રાઇમનો ઇતિહાસ છે. અમે આ અને અન્ય ડિજિટલ છેતરપિંડીના કેસોમાં સામેલ અન્ય લોકોને પકડવા જઈ રહ્યા છીએ. અમે હૈદરાબાદમાં સહકારી બેંકને પણ Mule ખાતા ખોલવા માટે જવાબદાર ઠેરવવા જઈ રહ્યા છએ.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ